ભારતના પર્વતીય વિસ્તારોમાં હજીએ સતત ધરા ધ્રુજી રહી છે. તેવે સમયે મધ્ય અમેરિકાના સૌથી મોટા દેશ મેસિકોના તટ ઉપર આજે મોડી રાત્રે આશરે બે વાગે ભારે ભૂકંપ આવ્યો હતો. ભારતનાં ‘રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર’માં તેની તીવ્રતા ૬.૩ની નોંધાઈ હતી.
મેસિકોમાં મે મહીનામાં પણ ભૂકંપના જોરદાર ઝટકા લાગ્યા હતા. એક તો કેરેબિયન સીમા આવ્યો હતો. જેની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર ૬.૬ની મપાઈ હતી. જોકે તેથી કોઈ નુકશાન થયું ન હતું. ૧૬મી મેના દિવસે પણ એક ભૂકંપ આવ્યો હતો ત્યારે તીવ્રતા ૬.૪ આંકવામાં આવી હતી. આ ભૂકંપનું એપિ સેન્ટર ગ્વાટેમાલાના કેનિલા શહેરથી બે કી.મી. દૂર દક્ષિણ પૂર્વમાં હતું.
તે સર્વવિદિત છે કે ધરતી મુખ્ય ચાર સ્તરોની બનેલી છે. જેને ઈનરકોર, આઉટર કોર મેન્ટલ અને કસ્ટ કહેવાય છે. ઈનરકોરમાં ધગધગતી પ્રવાહી ધાતુઓ અને ઓગળેલી શિલાઓ છે. તેની ઉપર આઉટર કોર છે જે અર્ધ પ્રવાહી પરિસ્થિતિમાં છે. તેની ઉપર ગરમ જાડું પડ મેન્ટલ છે. તેની ઉપર ‘ક્રસ્ટ’ હોય છે. જે ૫૦ કી.મી. જેટલું જાડું પડ છે, તે પણ અર્ધપ્રવાહી છે. તેની ઉપર જે ઠરેલી પ્લેટસ હોય છે તેને ટેકટોનિક પ્લેટ્સ કહે છે તે પ્લેટસ પોતાની રીતે મેન્ટલના અર્ધપ્રવાહી ઉપર સરકતી રહે છે. પરંતુ તે માત્ર થોડા મી.મી. જેટલી જ સરકે છે. પરંતુ આ પ્લેટ્સ જ્યારે પરસ્પર સાથે ટકરાય છે ત્યારે ધરતીકંપ થાય છે.
આ સિવાય જવાળામુખી વિસ્ફોટને લીધે પણ ધરતીકંપ થતો હોય છે.
તે કરતાં મોટાભાગના ધરતીકંપો તો ટેકટોનિક પ્લેટ્સના અથડાવાથી જ થતા હોય છે, જ્યારે રીક્ટર સ્કેલ ઉપર ૭ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાય છે, ત્યારે ભારે તબાહી થાય છે. ૮ અને ૯ તીવ્રતાના ધરતીકંપો તો વિનાશ વેરે છે. ૧૦ની તીવ્રતાના ધરતીકંપ મહદ્અંશે જ્વાળામુખી વિસ્ફોટ સાથે થાય છે.
૭ કે તેથી વધુ તીવ્રતાના ધરતીકંપથી આસપાસ ૪૦ કી.મી.ના વિસ્તારમાં ભૂકંપના આંચકા લાગે છે.
આજે મેસિકોમાં આવેલ ભૂકંપથી જાન-માલનું કેટલું નુકસાન થયું તેની વિગતો હજી મળી નથી.