બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી જીતેશ બાબુભાઈ કડેગીષાનું સીલ્વર કલરનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ નં.જીજે૨૫આર.૬૭૩૨ નું તા.૧૫/૦૬૨૦૧૮ ના રાત્રીના નવેક વાગ્યાના સુમારે ચોપાટી દદુના જીમ પાસેથી ચોરાયેલું જેની ફરીયાદ નોંધાવતાં કમલાબાગ પોલીસ દ્વારા ગુન્હા નં.ફર્સ્ટ ૬૩/૧૮ થી આઈ.પી.સી.ની કલમ-૩૯,૧૦૪ નો ગુન્હો નોંધવામાં આવેલ અને આરોપીઓ દેવશીભાઈ પુંજાભાઈ ખુંટી, રહે.બેરણ ગામ તથા ભૂપત ઘેલાભાઈ ઓડેદરા, પોરબંદર સામે ચાર્જશીટ કરવામાં આવતાં “ફોજદારી કેસ નં.૪૫૯૩૨૧ થી ૨જીસ્ટરે લેવામાં આવેલ અને આ કામે આરોપીઓનો કેસ ચાલી જતાં આરોપીઓના વકીલશ્રી દ્વારા ધારદાર દલિલ કરીને જણાવામાં આવેલ હતું કે આરોપીઓ સામેનો કેસ નિઃશંકપણે સાબિત થયેલ ન હોય અને ફરીયાદીએ બનાવ નજરે જોયેલ ન હોય કે તેનું મોટર સાયકલ આરોપીઓએ ચોરી કરેલ હોવાનું જુબાનીમાં પણ જણાવેલ ન હોય આરોપીઓ સામેનો કેસ નામદાર કોર્ટ સમક્ષ શંકાથી પર રેતા પ્રોસીકયુશન તરફથી સાબિત થયેલો ન હોય જેથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુક્વા જોઈએ. જે ધારદાર દલિલો ગ્રાહય રાખીને પોરબંદરના એડી.ચીફ જયુડી.કોર્ટના ન્યાયધીશ સાહેબશ્રી રોનકબેન સૌરભભાઈ શાહ દ્વારા તા.૦૩/૦૬/૨૦૨૩ ના હુકમ અન્વયે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.
આ કામે આરોપીઓ તરફે વિદ્વાન વકીલ શ્રી કિરીટ એમ. સાદીયા તથા સુનિલ વી. બગડા રોકાયેલા હતાં.