નોંધણી નંબર લેવા માટે જટીલ પ્રક્રિયા

જીએસટી કાયદા હેઠળ નવો નોંધણી નંબર લેવાની પ્રક્રિયા ખૂબ જ જટીલ છે. CGST કાયદાની કલમ ૨૫ હેઠળ નોંધણી નંબર મેળવવાની જોગવાઈ છે. તાજેતરમાં સરકાર દ્વારા નવા નંબરની અરજી બાબતે સૂચના આપી છે. જેમાં ઘણી બધી પ્રથાને GST કાયદા હેઠળ કોઈ જોગવાઈ વડે ટેકો મળતો નથી. આજના લેખમાં આ સૂચના બાબતે ચર્ચા કરવામાં આવી છે અને તેના લીધે આવનાર સમયમાં પડતી મુશ્કેલીઓ વિષે માહિતી આપવામાં આવી છે. બોગસ બીલીંગ રોકવા માટે આકરા પગલા લેવા જરૂરી છે. પણ તમામ અરજદારને સમાન ત્રાજવે તોલવા યોગ્ય નથી.

સ્થળ તપાસ જે કિસ્સામાં અરજદાર દ્વારા આધાર ઓથેન્ટીકેશન કરવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં અવશ્ય તાબડતોબ સ્થળ તપાસ અધિકારીએ કરવાની થશે. ઘણી વખત આધારની વેબસાઈટ ચાલતી ના હોય, અથવા કોઈ ટેકનીકલ કારણના લીધે આધાર ઓથેન્ટીકેશન ના થઈ શકે તેવા કિસ્સામાં અરજદારની અરજી ઠેલાઈ જવાની. અન્ય કિસ્સામાં યોગ્ય જણાય તેમ અધિકારીએ નિર્ણય લઈ સ્થળ તપાસ કરવાની થાય.

DGARM : સરકાર દ્વારા નવેમ્બર ૨૦૨૨માં DGARM વિભાગની સત્તા જે તે ક્ષેત્રફળના અધિકારીને સોંપી દીધી છે. GST કાયદા હેઠળ DGARM વિભાગની કોઈ ઓળખ કે લીગલ વર્ચસ્વ આપવામાં આવેલું નથી. આ બાબતે માન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમ ઉમદાપૂર્વક ચૂકાદો આપવામાં આવેલો કે DGARMના રિપોર્ટ/ફલેગના કારણે નિકાસકારનું IGST રિફંડ રોકી ના શકાય. નોંધણી નંબર આપવાની પ્રક્રિયામાં અધિકારીને એવી સૂચના આપી છે જે કિસ્સામાં DGARM દ્વારા કોઈ અરજદારને ફલેગ કરવામાં તેવા કિસ્સામાં જે તે અધિકારીએ અતિશય કાળજી લેવાની થાય. જ્યારે GST કાયદામાં આ બાબતે કોઈ જોગવાઈ નથી તો આવા DGARMના રિપોર્ટના આધારે કઈ નોંધણી નંબરની અરજી અટકાવી ના શકાય. કોઈ કિસ્સામાં ભૂલથી DGARM ફલેગ વાગી જાય તેવા કિસ્સામાં આ ફલેગ કઢાવતા અરજદારને આખે પાણી આવવાના અને સૌથી અગત્યની વાત એ છે કે અરજદારને ખબર જ નહીં હોય કે તેનામાં DGARM ફલેગ લાગેલી છે. ખેંર જ્યા સુધી કોઈ આવી ગેરબંધારણીય સૂચના માન. વડી અદાલત સમક્ષ પડકારાશે નહીં ત્યાં સુધી તમામ અરજીમાં આવા ડખા થવાના DGARM ના.

REG-03 આપવાની સમય મર્યાદા : અરજદાર દ્વારા GST  નોંધણી નંબર લેવાની અરજી કરવામાં આવે ત્યાર પછી એવું ઘણી વખત બનતું હોય છે કે અધિકારી દ્વારા તેની ઉપર કોઈ જવાબ કે કામ ત્રિસ દિવસ પહેલા કરવામાં આવતું નથી. તારીખ ૧૪-૬-૨૩ની સૂચના પ્રમાણે આધાર ઓથેન્ટીકેશન કરવામાં આવેલ હોય તો ૭ દિવસમાં અધિકારીએ GST REG03માં નોટીસ આપવાની થાય. અન્ય કિસ્સામાં ૩૦ દિવસમાં આપવાની થાય

.