વડોદરા શહેર જિલ્લા ભારતીય જનતા પાર્ટી માં કેટલાક સંન્નીષ્ઠ કાર્યકર્તાઓની નિમણૂકમાં બાદબાકી કરવામાં આવી હોય કે પછી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં કાર્યકર્તાઓએ કામ વિના બેસવું નહીં તેવું બોર્ડ માર્યું હોય અને કોઈ કાર્યકર્તા કામ માટે ભાજપ કાર્યાલયમાં ગયા હોય ત્યાં ભાજપના એક હોદ્દેદાર દ્વારા ધમકાવીને કાઢી મૂકવામાં આવતા હોય તેવા કિસ્સા બનવાને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે.

વડોદરા શહેર અને જિલ્લા નાં સંગઠન માં અત્યારે મહામંત્રી , ઉપ પ્રમુખ , મંત્રી , સમિતિ , કારોબારી કમિટી માં ઉચ્ચ હોદ્દા પર બહાર ની પાર્ટી કોંગ્રેસ , આપ માં થી આવેલા છે અથવા તો સબંધીઓ કે તેઓના સમાજ નાં હોય તેવા લોકો કે જે સક્રિય કાર્યકર નથી કે સક્રિય કાર્યકર નુ કાર્ડ નથી તેવાં ને હોદ્દા આપવામાં આવ્યા છે જેથી ભાજપના સન્નીષ્ટ કાર્યકર્તાઓમાં રોષ  વ્યાપ્યો છે.

વડોદરા જિલ્લા સંગઠન માં મહામંત્રી અને ઉપ પ્રમુખ જેવા હોદ્દા કોંગ્રેસમાં થી આવેલા ને આપવામાં આવ્યા છે તેમજ શહેર સંગઠન માં પણ સક્રિય કાર્યકર નથી તેવા ઓળખીતાને હોદ્દા આપવામાં આવ્યા છે જ્યારે સક્રિય કાર્યકર તરીકે વર્ષોથીનોંધાયેલા  હોય પણ જૂથવાદ નાં કારણે હોદ્દા આપવામાં આવતા નથી. સંગઠન બંધારણ વિરુદ્ધ ગણાય તેવું કર્મઠ જુના કાર્યકરો કહી રહ્યા છે. તાત્કાલિક ધોરણે  શહેર જિલ્લા તાલુકા માં આવા બિન સક્રિય કાર્યકર હોદેદારો ને દુર કરી સક્રિય કાર્યકરોને હોદ્દા આપવા જોઈએ કેવી લાગણી કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરા શહેર કાર્યાલયમાં ભાજપના એક હોદ્દેદાર ની મદદ માટે અન્ય બે ત્રણ કાર્યકર્તા કામ માટે ભાજપ કાર્યાલય ખાતે ગયા હતા ત્યારે અચાનક ભાજપના એક હોદ્દેદાર ત્યાં આવી પહોંચ્યા અને કાર્યકર્તાઓને જોતા તમે અહીં કેમ આવ્યા તેમ કહી ખખડાવી નાખ્યા હતા અને કાર્યાલય છોડીને ચાલ્યા જવા ફરજ પાડી હતી જેથી કાર્યકર્તાઓમાં રોજ આપ્યો હતો. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ભાજપના સન્નીસ્ત કાર્યકર્તાઓ પ્રદેશ પ્રમુખ ને રજૂઆત કરવા પણ જવાના છે તેમ જાણવા મળ્યું છે.