આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 121 શાળાઓનાં 35000 થી વધુ બાળકો અને 1200 થી વધુ શિક્ષણ સમિતિના કર્મચારીઓ દ્વારા 21 જૂનના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસના પ્રચાર પ્રસાર અર્થે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યુ હતું. “યોગઃ સ્વાસ્થ્ય જનાના યોગઃ સંજીવની સમમ ।” આ સુક્તીને ચરિતાર્થ કરવા બાળકોએ આજે જન જાગૃતિ લાવવા અને યોગનુ મહત્વ શું છે. તે બાબત સમાજના ધ્યાને આવે તેવા આશયથી પ્રભાત ફેરીમાં યોગનું મહત્વ દર્શાવતા સુવાક્યો, સૂત્રો અને બેનર સાથે રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો સભ્યો વગેરેએ શિક્ષકો તથા શાળા પરિવારને યોગ દિવસના પ્રચાર પ્રસારાર્થે પ્રેરિત કર્યા હતા. આ સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ યોગ, પ્રાણાયામ, આસન શીખે તે માટે વિવિધ આસનો, પ્રાણાયામ તથા કવિઝ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું