પોરબંદર તા,૧૬.જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહિયારી ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)ની તા.૧૫ના રોજ મુલાકાત કરી વિદ્યાર્થીનીઓને હેસ્ટેલમાં સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ જેમાં હોસ્ટેલમાં રહેવા, જમવા સહિતની સુવિધા વિશે જાણકારી મેળવી ઉપલબ્ધ સુવિધાનું નિરીક્ષણ કરવાની સાથે વાવાઝોડામાં વિધાર્થિની ઓની ખાસ તકેદારીના ભાગરૂપે કરાયેલ કાર્યવાહીની સ્ટાફ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે વિધાર્થિનીઓએ હોસ્ટેલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ખુશી વ્યક્ત કરી વિનામૂલ્યે ભણવા, રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
એક કિલોમીટર વિસ્તારમાં દરિયાની રેતીના ૬ ઇંચ જેટલું થર જામી જતા બે લોડર અને બે જેસીબીથી ચાલી રહી છે કામગીરી
પોરબંદર.તા.૧૬, પોરબંદર જિલ્લામાં દરિયામાંથી પસાર થયેલા બિપરજોય વાવાઝોડાના તીવ્ર તેજ પવનોની લહેરને લીધે રાત્રે દરિયાની રેતી ઉડીને માધવપુર બીચ પાસે નેશનલ હાઇવે પર ઉડીને જામી જતા નેશનલ હાઈવે ઓથેરિટીએ આજે સવારે નેશનલ હાઈવે ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વાવાઝોડાની અસર પછી રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ દરિયાઈ પટ્ટી પરના નેશનલ હાઈવે પર આજે સવારે સર્વે કરતા માધવપુર બીચ પાસે હાઈવે પર દરિયાની ઉડીને આવેલી રેતી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે એકાદ કિલોમીટરમાં આ રીતે રેતી ઉડીને આવી હતી અને અંદાજે ૩ થી ૬ ઈંચનું થર જોવા મળ્યું હતું. આ રેતી સાફ કરવા માટે બે લોડર બે જેસીબી ત્રણ ડમ્પર અને એક ટ્રેકટર દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અને વાહન વ્યવહાર પણ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું.
પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહારાષ્ટ્રથી ભૂલી પડેલી ૧૬ વર્ષની કિશોરીને પરિવાર સાથે મિલન કરાવ્યું
પોરબંદર તા,૧૬. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રહેતી એક કિશોરી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ટ્રેન મારફતે પોરબંદર પહોંચી હતી. જેથી પોરબંદર રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા તા.૧૧ ના રોજ ભૂલી પડેલી કિશોરીને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપવામાં લઈ આવ્યા હતા. સખી બન સ્ટોપ સેન્ટર બહેએ કિશોરીનું કાઉન્સેલિંગ કરી પરિવાર વિશે પૂછી પરિવાર સાથે ફોન વાત કરી તમારી દીકરી ભૂલથી પોરબંદર આવી પહોંચેલ છે જેમ જણાવ્યું હતું. ત્યાર બાદ સેન્ટર પર રૂબરૂ લેવા માટે બોલાવેલા ત્રણ દિવસ બાદ કિશોરીના પિતા સેન્ટર પરથી કિશોરીને લેવા માટે આવ્યા હતા. આ તકે કિશોરીના પિતાએ સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.