પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડા સંદર્ભે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો

  • લાઈટ જશે તો પણ સારવાર મળશે: જનરેટર અને ડિઝલનો જથ્થો છે તૈયાર
  • ૧૩ સગર્ભા બહેનોના વોર્ડમાં રૂપાળીબા લેડી હોસ્પિટલમાં નવજાત શિશુના ધબકારા સહિત મેડિકલ સુપરવિઝન માટે જનરેટરનું કનેક્શન અપાશે
  • રાત્રે દર્દીઓ આવે તો સારવાર માટે ડોક્ટરોની ટીમો ખડે પગે

પોરબંદર તા.૧૫,વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ નાગરિકને જાનહાની ન થાય એવા અભિગમ સાથે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર તંત્રની રાહત બચાવ કરવાની નેમ છે.આજે તા.૧૫ ના રોજ બિપરજોય વાવાઝોડાની આગાહી હોય હાલ થોડો તેજ પવન પણ  રહ્યો હોય પોરબંદરનું જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સંભવત સ્થિતિને પહોંચી વળવા માટે સજજ છે.પોરબંદરના જિલ્લા  તંત્રએ નાગરિકોની સેવામાં પૂર્વ તકેદારી અને આ કુદરતી આપત્તિમાં લોકોને જાનહાનિ ન થાય તેવા પ્રયાસો માટે સંપૂર્ણ સામર્થ્ય અને સંસાધન કામે લગાડ્યું છે. આ સમયે પોરબંદરની ખમીરવંતી સંસ્થાઓ પણ તંત્રની સાથે છે.વાત જો પોરબંદર જિલ્લાની સિવિલ ભાવસિંહજી હોસ્પિટલની કરવામાં આવે તો અહીં સરકારના મંત્રીશ્રીઓ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી છે. અધિકારીઓએ પણ મુલાકાત લીધી છે. સારવારમાં પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે.સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ  આર.એમ.ઓ ડો.નિલેશ મકવાણાએ એ બાબતની પુષ્ટિ કરી હતી કે હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો તેમજ મેડિકલ સંસાધનો દવાનો જથ્થો અને ખાસ કરીને આજે રાત્રે જો દર્દીઓ વધારે પ્રમાણમાં આવે તો સારવાર થઈ શકે તે માટે વોર્ડ અને નર્સિંગ સ્ટાફ સહિત સમગ્ર ટીમ સારવાર કરી શકે તેની તૈયારી છે. લાઈટ જાય તો જનરેટર અને ડીઝલનો જથ્થો પણ ઉપલબ્ધ છે.પોરબંદર જિલ્લામાં હાલ વાવાઝોડા સંદર્ભે સગર્ભા બહેનોને આઇડેન્ટીફાય કરી અલગ અલગ આરોગ્ય કેન્દ્ર પર સારવાર અપાઈ રહી છે. જેમાં રૂપાળી બા  લેડી હોસ્પિટલમાં આરોગ્ય  તંત્ર દ્વારા 13 બહેનોને ખસેડવામાં આવી છે .અહીં ત્રણ બહેનોની  નોર્મલ પ્રસુતિ પણ થઈ છે, તો બીજી તરફ આગામી 24 કલાકમાં જે બહેનોની પ્રસુતિ થાય અને એ દરમિયાન જો લાઈટ જાય તો નવજાત બાળકના ધબકારા માપવા ઈસીજી તેમજ સગર્ભાબેનની સારવાર વિગેરે થઈ શકે તે માટે જનરેટરના કનેક્શન આપવામાં આવ્યા છે.


પ્રભારી મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળિયાએ ઘેડના છત્રાવા ગામની મુલાકાત લીધી

પોરબંદર તા,૧૫. સંભવિત વાવાઝોડું બિપરજોયની અસરનું સતત ચાર દિવસથી આકલન કરી જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈ રહેલા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળિયા આજે કુતિયાણા તાલુકાના પ્રવાસે પહોંચ્યા હતા. મંત્રીશ્રીએ છત્રાવા ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે પ્રશ્નોતરી કરવાની સાથે વાવાઝોડામાં તકેદારી રાખવા અપીલ કરી હતી. આ સાથે મંત્રીશ્રીએ ગામમાં આવેલા શ્રી વચ્છરાજ મંદિરે દર્શન કરી સૌના સારા સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી ભાદર નદીના પુલનું નિરીક્ષણ કરી સ્થાનિકોની સમસ્યા જાણવાની સાથે સુચનો પણ મેળવ્યા હતા. આ તકે મંત્રીશ્રી સાથે અગ્રણી શ્રી મસરી ભાઈ ખુટી, ગામના સરપંચ શ્રી માલદે ભાઈ ખુટી , પ્રાંત અધિકારીશ્રી પારસ વાંદા સહિત અધિકારીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.


કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી મેડિકલ સુવિધાઓની સજ્જતા ચકાસી

  • હોસ્પિટલમાં જરૂરી દવાઓ, મેડિકલ સાધનો તૈયાર રાખવા જણાવ્યું

પોરબંદર. તા.૧૫, બિપરજોય વાવાઝોડા સામે પોરબંદર વહીવટી તંત્ર સજ્જતા સાથે  કાર્ય કરી રહ્યું છે.આજરોજ કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ આપદા સમયે હોસ્પિટલમાં જરૂરી દવાઓ, સ્ટાફ અને વીજ પુરવઠો ખોરવાય તો એના વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. તેમજ વાવાઝોડાં આવ્યા બાદ દર્દીઓની તકેદારી માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓઓના ખબર અંતર પૂછ્યા હતા.આ તકે સાંસદશ્રી રમેશભાઈ ધડુક, સિવલ સર્જન સહિતનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.

  • પોરબંદરમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ પી.જી.વી.સી. એલ વિભાગીય કચેરીની મુલાકાત કરી
  • વાવાઝોડાં બાદ વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવા આપી સૂચના

         પોરબંદર.તા.૧૫, કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ આજરોજ પોરબંદર શહેરમાં સ્થિત પી.જી.વી.સી. એલ. વિભાગીય કચેરીની મુલાકાત લીધી હતી. સમગ્ર જિલ્લામાં વાવાઝોડાંની અસરને પગલે વીજપુરવઠો અવિરત રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમજ વાવાઝોડાં અસરને ધ્યાને લઇ અત્યારસુધીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો પણ મેળવી હતી.આ તકે સાંસદશ્રી રમેશભાઈ ધડુક,એડિશનલ ચીફ એન્જીનિયર રાજકોટના શ્રી પી.જે.મહેતા સહિતના ઊપસ્થિત રહ્યા હતા.

પોરબંદરના સુભાષનગર ખાતે સ્થિત એન.ડી આર.એફ ટીમની મુલાકાત લેતા કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ

              પોરબંદર.તા.૧૫,સંભવીત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી કેન્દ્રીય રેલવે  રાજયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ સુભાષનગર સ્થિત   તૈનાત નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સના કમાન્ડર તેમજ ટીમના સભ્યોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સંભવિત  વાવાઝોડાની તૈયારી વિશે જાણકારી મેળવી હતી.સંભવિત વાવાઝોડાની અસરને  અનુલક્ષીને જરૂરી જાણકરી મેળવી હતી.એન. ડી.આર. એફ.ના કમાન્ડર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારી ટીમના ૨૫ સભ્યો હાજર છે. અમારી પાસે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તમામ સંસાધનો જેવા કે લાઈફ જેકેટ, કટર, દોરડાં વગેરે  ઉપલબ્ધ છે.આ તકે સાંસદશ્રી રમેશભાઈ ધડુક, પોલીસ અધિક્ષકશ્રી રવી મોહન શૈની સહિતના ઊપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *