1989 નિયમ 125 ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 1989 નો નિયમ 125 સ્પષ્ટ જણાવે છે કે વાહન ઉપર વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સીવાય કોઇપણ લખાણ લખી શકાય નહીં. અગાઉ પણ વાહનો પર પોલીસ, પ્રેસ કે MLA લખનારા લોકો સામે કાર્યવાહીના દાખલા છે. પરંતુ પોલીસ તેનો ભાગ્યે જ અમલ કરે છે. વળી, મોટાભાગના નેતાઓ તેમજ પોલીસવાળાના જ વાહનો પર આવા લખાણ લખેલા જોવા મળતા હોવાથી પોલીસ તેમની સામે કાર્યવાહી કરવાનું પણ ટાળતી હોય છે. આગામી દિવસોમાં વાહન વ્યવહાર વિભાગ કેટલી કડકાઈથી આ નિયમનું પાલન કરાવે છે તે હવે જોવું રહ્યું.
વાહનની નંબર પ્લેટ ઉપર કોઇપણ પ્રકારનું લખાણ કે લોગો લગાડવો નિયમ વિરુદ્ધ છે. રાજ્યમાં ફરતા વાહનો પૈકી અનેક વાહનો પર ડોક્ટર, એન્જિનિયર, પોલીસ, પ્રેસનું લખાણ લખેલું જોવા મળે છે. ઉપરાંત ઘણા વાહનો પર નંબર પ્લેટ લાલ પટ્ટી મારી લખાણ લખતા હોય છે, જેથી વાહનો સરકારી હોવાનો ભ્રમ ઊભો થાય છે. ઉપરાંત ઘણા વાહનો પર વિભાગનો લોગો પ્રદર્શિત કરવામાં આવે છે. લખાણ વાહનો પર પ્રદર્શિત કરવું મોટર વ્હીકલ એક્ટની નિયમ વિરૂધ્ધનું હોઈ કાર્યવાહી કરવા માટે સુચના પણ આપી હતી. પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. સરકારના 50 લાખથી વધુના વાહનો ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. ઘણા સરકારી અધિકારીઓ પોતાની (સરકારે આપેલી અને ખાનગી) ગાડી પર DEO, TDO, ફલાણાં કમિટીના ચેરપર્સન વગેરે પોતાના હોદ્દા દર્શાવીને જે પ્રજાના નાણાં વડે તેમનો પગાર થઈ રહ્યો છે તે જ સરકારી કાયદાનો ભંગ કરીને પ્રજા ઉપર રોફ જમાવી રહ્યા છે.
થોડા દિવસની ડ્રાઈવની અસર ઓસર્યા બાદ ફરી પરિસ્થિતિ જૈસે થે
મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન પર માત્ર ગેરકાયદે લખાણ જ નહીં, પરંતુ વધારાની લાઈટ્સ, નિયતમાત્રાથી વધુ ઘોંઘાટ કરે તેવા હોર્ન ઉપરાંત વાહનને મોડિફાઈ કરાવવું તેમજ નંબર પ્લેટ સાથે ચેડા કરવા પણ ગુનો બને છે. ટ્રાફિક પોલીસ અવારનવાર આ અંગે ડ્રાઈવ ચલાવતી હોય છે. પરંતુ થોડા દિવસની ડ્રાઈવની અસર ઓસર્યા બાદ બધું ફરી જૈસે થે ની પરિસ્થિતિ યથાવત બની જાય