પોરબંદર તા.૬, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરનાં સંદર્ભનાં આદેશથી નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ૨૦૨૦ના કામે ઉપયોગમાં લેવાના મતદાન મથકોની યાદી પોરબંદર-છાંયા નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતદાન મથકોની યાદી મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર પોરબંદર (શહેર) તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી તથા ચીફ ઓફીસરની કચેરીએ તથા દરેક વોર્ડમાં મતદાન મથકો પ્રસિધ્ધ કરવામાં આવી છે.