ગુજરાત મોડેલ : સરકાર Fix પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્ષમાં 1.20 લાખને નોકરી

અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે.

વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્‍યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્‍યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે.

વર્ષ 2019માં રાજ્‍ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જે વર્ષ 2020માં ૩89424 થવા જાય છે. ત્‍યારે 19100 વ્‍યક્‍તિઓનું મહેકમ વધ્‍યું છે.

જિલ્લા પંચાયતોમાં વર્ષ 2019માં 254679ની સામે વર્ષ 2020માં 247494 એટલે 7185 મહેકમ ઘટયું છે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ

રાજ્‍ય સરકારની વિવિધ કચેરીઓમાં વર્ગ-1થી 4નું મહેકમ 46404૩નું છે, સાતમા પગારપંચ મુજબ 298686 અધિકારી – કર્મચારી, છઠ્ઠા પગારપંચને આધીન 852 કર્મચારી છે.

આઉટસોસ્સીંગ

આઉટસોર્સીંગ અને કરાર આધારિત 1127૩6 કર્મચારીઓ અને ફીક્‍સ પગારના 51769 કર્મચારીઓ છે. રાજ્‍યમાં કાયમી કર્મચારીઓ 2995૩8 છે. અને આઉટસોર્સીંગ, કરાર આધારિત અને ફીક્‍સ પગારના 164505 કર્મચારીઓ સરકારી વિભાગોમાં કામ કરે છે, એટલે અંદાજીત 45% કરતાં વધારે લોકોની આઉટસોર્સીંગ, કરાર આધારિત અને ફીક્‍સ પગારથી ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સીંગ, ફીક્‍સ પગારના કર્મચારીઓને વર્ષ 2019-20માં રૂા. 80664.67 લાખ ચૂકવવામાં આવ્‍યા, જ્‍યારે વર્ષ 2020-21માં રૂા. 90745.80 લાખ ચૂકવવામાં આવ્‍યા.

કાયમી ભરતી કરવાને બદલે ફીક્‍સ પગાર, આઉટસોર્સીંગ અને કરાર આધારિત ભરતી કરવામાં આવે છે.

22 લાખ બેકારોએ અરજી કરી

વર્ષ 1975થી 1995ના 20 વર્ષના ગાળામાં 8019૩ લોકોને સરકારી નોકરી મળી હતી. વર્ષ 201૩-14થી 2019-20 સુધીમાં 7 વર્ષના ગાળામાં 72927 લોકોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2018થી 2020 સુધીમાં ૩ વર્ષના ગાળામાં 442૩ ખાલી જગ્‍યાઓ માટે 2265144 લોકોએ અરજી કરી હતી જે રાજ્‍યમાં બેરોજગારી કેટલી છે તે સ્‍પષ્‍ટ કરે છે.

આયોગે માંડ 14 હજારની ભરતી કરી

ગુજરાત જાહેર સેવા આયોગના વર્ષ 2019-20ના રિપોર્ટમાં જણાવ્‍યા મુજબ, વર્ષ 2015-16થી 2019-20 સુધીના 5 વર્ષના સમયગાળામાં 1404૩ લોકોની ભરતી કરી છે, જેમાં એસ.સી. સમાજના 1029, આદિવાસી સમાજના 2117, બિનઅનામતના 1882 અને ઓ.બી.સી.ના 5822 લોકોનો સમાવેશ કર્યો છે. શ્રમ અને રોજગાર વિભાગની સહાયક અનુદાન મેળવતી સંસ્‍થાઓમાં મંજુર મહેકમ 16૩0 જગ્‍યાઓ સામે 685 જગ્‍યાઓ ફીક્‍સ પગાર, આઉટસોર્સીંગ અને કરાર આધારિત ભરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ પોતે પણ 40% જેટલી ભરતીઓ કરાર આધારિત, ફીક્‍સ પગાર અને આઉટસોર્સીંગથી કરે છે.

મંજૂરી છતાં ભરતી ન કરી

10 વિભાગોમાં માર્ચ-2017થી 2019 સુધી આયોગે 417 જગ્‍યાની ભલામણ કર્યા છતાં પણ સરકારે આ વિભાગોમાં ભરતી કરી નથી.

કાયમી કરતાં ફીક્સ પગારના કર્મચારીઓ વધી ગયા

રાજ્‍યની જિલ્લા પંચાયતોમાં વર્ગ-1થી 4નું મહેકમ 247494નું છે, જેમાં સાતમા પગારપંચ મુજબ 209521, આઉટસોર્સીંગ અને કરાર આધારિત 570૩ અને ફીક્‍સ પગારથી ૩2242 જગ્‍યાઓ ભરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતોમાં પણ કાયમી કર્મચારીઓ 209549 અને ફીક્‍સ પગાર, આઉટસોર્સીંગ અને કરાર આધારિત ૩7945 જગ્‍યાઓ ભરાયેલ છે.

ભરતીનું જૂઠ

રાજ્‍ય સરકારના 10 વર્ષના ભરતી કેલેન્‍ડરમાં વર્ષ 201૩માં જિલ્લા પંચાયતનું મહેકમ 246૩96નું હતું, જે 2017માં 220046નું થયું, એટલે 5 વર્ષમાં મહેકમમાં 26૩50નો ઘટાડો થયો છે. વર્ષ 201૩થી 2017માં પાંચ વર્ષના સમયગાળા દરમ્‍યાન પંચાયતી સેવાઓમાં 2૩888ની ભરતી કરવામાં આવી છે. એકબાજુ મહેકમ 26૩50 ઘટયું છે, જ્‍યારે બીજીબાજુ 2૩888ની ભરતી કેવી રીતે કરી છે તે સરકાર સ્‍પષ્‍ટ કરે.

ભાજપના 22 વર્ષમાં માંડ 1.12 લાખને રોજગારી

ઔદ્યોગિક વર્ગીકરણના આધારે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં રોજગારી આપવાની વાત છે ત્‍યારે વર્ષ 1990માં 1619000 લોકોને રોજગારી મળી હતી, જેની સામે વર્ષ 2000માં 1696000 લોકોને એટલે 77000 લોકોને રોજગારી મળી હતી. વર્ષ 1996માં 1714000 લોકોને રોજગારી મળી હતી, જ્‍યારે 2018માં 1826000 લોકોને રોજગારી મળી. આમ, 1996થી 2018ના પ્રમાણમાં 112000 લોકોને રોજગારી મળી છે.

એકબાજુ વાયબ્રન્‍ટ થાય, ભરતી મેળા થાય, રોજગારી કચેરીમાં લોકોના નામ નોંધવામાં આવે છે, ત્‍યારે 1990ના પ્રમાણમાં 2018માં રોજગારીનું પ્રમાણ વધવું જોઈતું હતું, પરંતુ રોજગારીનું પ્રમાણ ઘટે છે. સરકારના આંકડા, સર્વે, અખબારો, ટીવી મીડીયામાં ગુજરાત રોજગરી આપતું સારું રાજ્‍ય છે, એમ બતાવવામાં આવે છે.

આંકડાકીય માહિતીના આધારે જોઈએ તો કોઈ સંજોગોમાં લોકોને વધુ રોજગારી મળતી હોય તેવું દેખાતું નથી. વાયબ્રન્‍ટ ગુજરાતમાં માત્રને માત્ર વાયદાઓ જ થયેલ છે. કરોડો લોકોને રોજગારી મળવાના વાયદા છે, પરંતુ આંકડા મુજબ લોકોને રોજગારી મળી શકી નથી. રાજ્‍ય સરકાર ભરતી કેલેન્‍ડરની વાત કરે છે પરંતુ 10 વર્ષના કેલેન્‍ડરમાં કઈ રીતની ભરતી કરવા માંગે છે ? તે સ્‍પષ્‍ટ કરતી નથી.

બંધારણનો ભંગ

રાજ્‍ય સરકારના વિભાગોમાં ખાલી પડેલ જગ્‍યાઓમાં કાયમી ભરતી કરવાને બદલે ફીક્‍સ પગાર, આઉટસોર્સીંગ અને કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. કાયમી જગ્‍યાઓ બંધારણે નક્કી કરેલ છે તે મુજબ ભરતી થવી જોઈએ, ફીક્‍સ પગાર અને આઉટસોર્સીંગથી નહીં. સરકાર ફક્‍તને ફક્‍ત ફીક્‍સ પગારના આધારે તંત્ર ચલાવે છે, જેના કારણે રાજ્‍યમાં બેકારી વધી છે.

સરકાર શું કહે છે

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે,

રાજ્યની રોજગાર કચેરીઓનું નેટવર્ક જોઈએ તો રાજ્યમાં કુલ 46 રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17,05,003 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જે પૈકી 5394 રોજગાર દ્વારા  10,45,924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

લશ્કરમાં ભરતી

બે વર્ષ દરમ્યાન 3141 યુવાનો લશ્કરમાં પસંદગી પામ્યા છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે બે વર્ષમાં 662 સેમીનારો કરી 60 હજારથી વધારે ઉમેદવારોને માર્ગદર્શન પુરું પાડેલ છે.

ગુજરાત આગળ

2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020 માં બહાર પાડવામાં આવેલ પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15 થી 29 વર્ષ ની વયમર્યાદામાં થયેલ સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો 8.4 છે.

2015-16ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતનો બેરોજગારીનો દર 50 (દર હજાર વ્યકિતએ) અંદાજવામાં આવ્યો છે જ્યારે  ગુજરાતનો બેરોજગારીનો દર 9 (દર હજાર વ્યકિતએ) અંદાજાયેલ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.

ફોન કરો

6357 390 390 ડાયલ કરીને મળે છે. શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી તથા જાહેર ક્ષેત્રની જાહેરાતો અંગે માહિતી મળે છે. વાત પૂર્ણ થયા બાદ SMS ના માધ્યમથી રોજગાર કચેરીની વિગત મળે છે. રોજગાર સેતુ પ્રોજેકટમાં જાન્યુઆરી-21 થી માર્ચ 2021 સુધીમાં 48,000 યુવાનોએ લાભ લીધો છે.

ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી 76,326 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. રોજગાર કચેરીઓ મારફત 2020-21માં 1034 વેબીનાર યોજી 1,39,911 ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન પરુ પાડવામાં આવ્યું છે.

93,699 એપ્રેન્ટીસ

એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં આઇ.ટી.આઇ.માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર દ્વારા રૂા.1500, ગુજરાત સરકાર દ્વારા સ્નાતક ઉમેદવારને રૂા.3000  પ્રતિ માસ, ડિપ્લોમા ઉમેવારને રૂા.2000 પ્રતિ માસ અને તેથી નીચેની કક્ષાના ઉમેદવારને રૂા.1500 પ્રતિ માસ સ્ટાઇપેન્ડ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. 18,174 ઔદ્યોગિક એકમોને એપ્રેન્ટીસ એક્ટ હેઠળ આવરી લઇ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. છેલ્લા બે વર્ષ (2019-20 થી 2020-21) દરમ્યાન કુલ 93,699 એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવી છે. એટલે જ આ યોજના અંતર્ગત કુલ રૂા.5251.82 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ ખાતે નાસ્મેદ તાલુકામાં 20 એકર જમીન પર ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલ (IIS)માં  5000 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવશે.

2017 માં 150 આઇ.ટી.આઇ.માં 3448 બેચોની કુલ 68,960 બેઠકો એફીલેટેડ હતી. હાલમાં એટલે કે 2021માં 249 આઇ.ટી.આઇ.માં 6139 બેચોમાં કુલ 1,22,780 બેઠકો એફીલેટેડ છે.

લોકડાઉન દરમિયાન શ્રમિકોની વેતન સંબંધી ફરિયાદોના નિકાલ અર્થે રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન નંબર 155372 શરૂ કરીને તેના ઉપર મળતી ફરિયાદોનો 24 કલાકમાં નિકાલ કરવામાં આવે છે.

ફરિયાદોનો નિકાલ કરી 523 શ્રમિકોને વેતન પેટે રૂ.40,40,493 ચુકવવામાં આવ્યા છે.

લોકડાઉન જાહેર થતા પગપાળા સ્થળાંતર કરી રહેલ શ્રમિકોને તેઓની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા 236 શેલ્ટર હોમ્સ શ્રમતંત્ર અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (જી.એસ.ડી.એમ.એ.) દ્વારા રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં વર્ષ 2015 માં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા 69,971 થી વધીને ડીસેમ્બર-2020 અંતિત કુલ 6,65,324 થયેલી છે.

જુન–2017 થી શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલા બાંધકામ શ્રમિકને રૂ.10માં આહાર આપવામાં આવે છે.  12 જીલ્લામાં 36  શહેરોમાં 119 ભોજન વિતરણ કેન્દ્રો ઉપર 114.60 લાખ ભોજન વિતરણ થયેલા છે. ડીસેમ્બર-2020 સુધીમાં રૂ.58.88 કરોડનો ખર્ચ થયેલો છે.

50 મોબાઈલ મેડીકલ વાન (34 ધન્વન્તરી આરોગ્ય રથ અને 16 મોબાઈલ મેડીકલ વાન) રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત છે. વર્ષ 2020-21 દરમ્યાન ડીસેમ્બર-2020 અંતિત કુલ રૂપિયા 8.83 કરોનો ધન્વન્તરી આરોગ્ય રથ પાછળ ખર્ચ થયેલ છે.

ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં નવા 20 ધન્વંતરી આરોગ્ય રથને મંજુરી મળેલ છે. રૂ.7.79 કરોડની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સેસ સ્વભંડોળમાંથી જોગવાઈ કરવામાં આવી છે