HAPPY BIRTHDAY BHARGAV JOSHI

ગુજરાતના પનોતાપુત્ર અને બાહોશ તથા ખમીરવંતા પત્રકાર ભાર્ગવ જોશીનો આજે જન્મદિવસ છે. 

ભાર્ગવ જોશીનો પરિચય

વરાંગ ઠાકર
પ્રેસિડેન્ટ : પ્રેસ ઓનર વેલ્ફેર એસોશીએશન

મૂળ મીયાણી ટુકડાના અને વર્ષોથી તત્કાલીન જામનગર જીલ્લાના ભાણવડ તાલુકામાં સ્થાયી થયેલા મુરબ્બી શ્રી ભગવાનજી બાપાના બીજા નંબરના પુત્ર સુરેશચંદ્ર ભગવાનજી જોશીના બીજા નંબરના તેઓ પુત્ર છે. ઓછું ભણેલા પરંતુ દાદાની જેમ ખુબ ગણેલા અને સ્વને જનકલ્યાણમાં લગાડી એક એક કદમ આગળ વધ્યા છે.

૧૯૭૩ માં જન્મેલા ભાર્ગવ જોશીએ એમની જીંદગીમાં સઘર્ષને સાથે રાખીને કોઈ લાભ/પ્રલોભનને બદલે નવી કેડી કંડારી છે, વિદ્યાર્થી આગેવાનથી લઈને લોકસભાની ચુંટણી લડવા સુધીની સફરમાં એમણે ક્યારેય કલમ ને તીલાંજલિ આપી નથી, અને ફેરીયાથી પોતાની કારકિર્દી શરુ કરનાર આજે ગુજરાતના અગ્રીમ પત્રકારોની હરોળમાં આવે છે, અનેક અખબારોમાં તેમની કલમ પોતાનો પ્રકાશ પાથરી ચુકી છે તેમજ તેમના દ્વારા લખાયેલી કોઈ અરજી હજુ સુધી નાકામિયાબ નીવડી નથી.

સૌમ્ય અને સઘર્ષશીલ સ્વભાવના તથા જો કોઈ તેમની કલમની અડફેટે ચડી જાય તો ભલભલાની શાન ઠેકાણે લાવનારા પત્રકારની છબી તેઓ ધરાવે છે. તેમના ભાષણો પણ મુદ્દાસરના અને પ્રભાવી હોવાથી તેઓ એક રાજકીય પક્ષની પણ સ્થાપના કરી ચુક્યા છે આ ઉપરાંત દાદાની જેમ સહકારીક્ષેત્રમાં પણ તેઓ માહીરાત ધરાવે છે અને એક કો-ઓપરેટીવ સોસાયટીનું નેતૃત્વ પણ કરી ચુક્યા છે, ૨૦૧૩ માં ગુજરાતના સ્મોલ પત્રકારના ક્વોટામાંથી તેઓ પ્રેસ-કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચુંટણી પણ લડી ચુક્યા છે.

પત્રકારો સાથે જોડાયેલી અનેક સંસ્થાઓમાં તેઓ સક્રિય હોવા ઉપરાંત  આવી સંસ્થાઓના અનેક હોદ્દાઓ પર તેઓ બિરાજમાન છે, ૨૦૧૦ બાદ પ્રિન્ટ મીડિયામાં ઓટ આવતા તેઓએ સમય પારખીને અભણ હોવા છતાં ડીજીટલ પત્રકારિત્વમાં સમયસર ઉપલબ્ધી નોંધાવી શક્યા અને આજે અનેક વેબસાઈટથી તેઓના પાંચ કરોડ ઉપરાંતના વ્યુવર્સ અને વાંચકવર્ગ ધરાવે છે.

સત્તામાં બેસેલા નેતાઓની ચાપલુસી ને બદલે ખામીઓ ગણાવવામાં તેમની હુનારત છે તેથી સત્તાધીશો તેમની વાતને ક્યારેય અવગણવાની ભૂલ કરતા નથી, બલ્કે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે વિષયોમાં બાકાયદા તેમની સલાહ પણ લેવામાં આવે છે.

દરેક સાથે પરીવારના સદસ્યની જેમ જોડાઈ રહેવાની તેમની કાબેલિયતના કારણે અનેક છુપા શત્રુઓ અને વિરોધીઓ ધરાવતા હોવા છતાં પણ ક્યારેય કોઈ હિંસાને તેઓએ મહત્વ આપ્યું નથી અને કલમ ના સહારે ગમેતેવા ચમરબંધી વિરોધીને પણ પોતાના શુભચિંતક તરીકે પલટાવી શક્યા છે

એનજીઓ અને ટ્રસ્ટીશીપથી લોકકલ્યાણના અનેક મહત્વપૂર્ણ કાર્યોની હારમાળા તેમના શબ્દો અને વ્યક્તિત્વને શોભાવે છે આવા ભાર્ગવ જોશીનો આજે જન્મદિવસ છે અને અહી છેક અમેરીકાથી આ શબ્દોથી તેમને દરેક લોકો જાણી શકે તેથી આ લેખ ભાઈશ્રી ભાર્ગવ જોશીને અર્પણ કરું છું. અને આશા કરું છું કે આપ પણ તેઓને @BSHAALCHAAL/@AB2WEBCHANNEL તથા ફેસબુક/ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર શુભકામનાઓ આપશો

વરાંગ ઠાકર : યુએસએ