- માધવપુરમાં દેશની સામાજીક એકતા જાગૃતિ મિશનના સંયોજકનું પ્રેરક પ્રવચન
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે રાષ્ટ્રના સામાજીક એકતા જાગૃતિ મિશનના સંયોજકે પ્રવર્ચન કરી, દેશમાંથી નાત-જાતના ભેદભાવો દૂર થાય અને રાષ્ટ્રના સમાજમાં એકતા કાયમ રહે તેવો એક પ્રેરક સંદેશો આપ્યો હતો. સામાજીક એકતા જાગૃતિ મિશનના વડા કેવલસિંહ રાઠોડે આજે માધવપુર ઘેડ ગામની મુલાકાત લીધી હતી અને ગામમાં એક સભા યોજી જણાવ્યુ હતુ કે, ‘સામાજીક એકતા જાગૃતિ મિશન’ નામની સંસ્થા દ્વારા દેશમાં જાતિવાદ અને મૂડીવાદના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે.
વધુમાં કહ્યુ હતુ કે આજે ભારત દેશમાં જોવા મળતા સામાજીક નાત-જાતના ભેદભાવોને જળમૂળમાંથી દૂર કરી, દેશના દરેક સમાજ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ કાયમ રહે તેવી વાત કહી હતી અને દેશમાં સામાજીક એકતા દ્વારા દેશના તમામ સમાજના લોકો રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, દેશની વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા, મિડીયા અને ઉદ્યોગોમાં અનુસુચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ, લઘુમતિ અને સવર્ણ સમુદાયના ગરીબ લોકોને એમની વસ્તીના પ્રમાણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે અમારા મિશનનું પ્રથમ લક્ષ્ય છે.