દીપિકા 23 સપ્ટેમ્બરે મુંબઇની હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે

અભિનેત્રી 2025ના માર્ચ સુધી મેટરનિટી લીવ ભોગવશે.

દીપિકા પદુકોણ હાલ પોતાના અંગત જીવન માટે ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી હતી તેમજ તે પોતાના નવા ઘર માટે પણ ચર્ચામાં છે. અભિનેત્રીની પ્રેગનન્સી વિશે અપડેટ છે કે,જો બધુ સમૂસુથરું રહેશે તો  તે ૨૩ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ મુંબઇની એક જાણીતી હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે. આ પછી તે માર્ચ ૨૦૨૫ સુધી મેટરનિટી લીવ પર રહેશે. દીપિકા અને રણવીર બાંદરામાં પોતાનું ૧૦૦ કરોડ રૂપિયાનું ઘર બનાવી  રહ્યા છે. કહેવાય છે કે, માતા બન્યા પછી તેઓ નવા ઘરમાં શિફ્ટ થવાના છે. તે અન ેરણવીર પોતાના પ્રથમ બાળક માટે ઉત્સાહિત છે.દીપિકાએ પોતાની અપકમિંગ ફિલ્મ સિંઘમ અઘેઇન છે જેનું શૂટિંગ અભિનેત્રીએ પુરુ કરી લીધું છે. જાન્યુઆરીમાં ઋતિક રોશન સાથે તેની ફિલ્મ ફાઇટર રિલીઝ થઇ હતી. દીપિકા અને રણવીરે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *