અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવતા પાણીને ઉકાળીને પીવા શહેરીજનોને તંત્ર તરફથી અપીલ કરાઈ છે.નર્મદા કેનાલ મારફતે આવતા પાણીમાં સામાન્ય કરતા વધુ ડહોળાશ આવવાની સંભાવનાને ધ્યાનમાં લઈ લોકોને તંત્રે અપીલ કરવી પડી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા આપવામા આવતુ પાણી નર્મદા કેનાલમાંથી મેળવવામા આવ્યા પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ટ્રીટ કર્યા બાદ લોકો સુધી પહોંચતુ કરવામાં આવે છે.હાલમાં સરદાર સરોવર ડેમ ખાતે પાણીની સપાટીમાં વધારો થતા પાણી છોડવામાં આવ્યુ છે.આ પાણી નર્મદા કેનાલ મારફતે આવતા પાણીમાં ડહોળાશ સામાન્ય કરતા વધુ રહેતી હોવાનુ  મ્યુનિ.તંત્રના ધ્યાન ઉપર આવ્યુ છે.આગામી દિવસોમાં વધુ ડહોળાશવાળુ પાણી આવવાની શકયતાને ધ્યાનમા રાખીને તંત્ર તરફથી લોકોને પાણી ઉકાળીને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી છે.