અભિનેત્રી ફાઇવ સ્ટોર હોટલ તેમજ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના મુડમાં નથી.
મુંબઇ : અદિતી રાવ ગૈદરીએ પોતાના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ બિબ્બાજાન સાથે સગપણ કરી લીધું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર રિંગ ફ્લોન્ટ કરીને એક તસવીર સાથે શેર કર્યા હતા. હવે અભિનેત્રી આ જ વરસે લગ્ન કરવાની છે. યુગલે એક મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
એક રિપોર્ટના અનુસાર, અદિતી રાવ હૈદરી સિદ્ધાર્થ સાથે આ જ વરસે પ્રભુતામાં પગલાં માંડશે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, યુગલ કોઇ ફાઇવસ્ટાર હોટલમાં તેમજ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના મુડમાં નથી. પરંતુ તેઓ ૪૦૦ વરસ એક જુના મંદિરમાં સાત ફેરા લેવાના છે.
સિદ્ધાર્થે અદિતીને પ્રપોઝ કરવા માટે પણ એક શાળા પર પસંદગી ઉતારી હતી. એ સ્કુલ સિદ્ધાર્થની નાનીએ બનાવી હોવાથી સિદ્ધાર્થ સાથે તેની ખાસ યાદ જોડાયેલી છે. તેની નાનીનું તો મૃત્યુ થઇ ગયું છે પરંતુ સિદ્ધાર્થ માટે એ શાળા પ્રત્યે હજી એટલો જ લગાવ છે. તેથી તેણે એ જગ્યા પર ઘૂંટણે બેસીને અદિતી રાવ હૈદરીને પ્રપોઝ કર્યું હતું.