પાંચ મહિનાથી વોન્ટેડ જામસખપુરનો શખ્સ ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેવડા ગામની મીણસાર નદીના પુલ પાસેથી પકડયો

પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં વિદેશી દારૂના ગુન્હામાં પાંચ મહિનાથી વોન્ટેડ શખ્શને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો છે.
કુતિયાણા પોલીસમાં પાંચ મહિના પહેલા જામસખપુરના રાણા ઉર્ફે રણજીત પોલા મોરી સામે વિદેશી દારૂનો ગુન્હો નોંધાયો હતો અને ત્યારથી તે વોન્ટેડ હતો. આ શખ્શ દેવડા ગામે મીણસાર નદીના પુલ પાસે આવ્યો હોવાની બાતમી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને મળી હતી તેથી પોલીસે ત્યાં દરોડો પાડીને રાણા ઉર્ફે રણજીતને પકડી પાડયો હતો.

preload imagepreload image