અનન્યાના આદિત્ય સાથેના ફોટો ડિલીટ કરાવ્યા

અનન્યા પાંડે તાજેતરમાં આદિત્ય રોય કપૂરના ઘરે ગઈ ત્યારે  બિલ્ડિંગમાં પ્રવેશતી વખતની તસવીરો કેટલાક પાપારાઝીઓએ લીધી હતી. જોકે, અનન્યાના બોડીગાર્ડે તરત જ આ પાપારાઝીઓ પાસે આ તસવીરો ડિલીટ કરાવી દીધી હતી. 

અનન્યાની આ હરકતથી સૌને નવાઈ લાગી છે. હજુ થોડા સમય પહેલાં જ અનન્યા અને આદિત્યના રોમાન્ટિક ફોટા વાયરલ થયા હતા. ફોરેન લોકેશન્સ પરના ફોટા સ્વાભાવિક રીતે તેમની પીઆર એજન્સીઓ થકી જ લીક કરાયા હોવાનું કહેવાય છે. તે પછી અનન્યા મુંબઈમાં પોતે આદિત્યના ઘરે અવરજવર કરે છે તે શા માટે છૂપાવવા માગે છે તે એક સવાલ છે.  થોડા સમય પહેલાં પણ આદિત્ય સાથે જતી વખતે અનન્યાએ કારમાં પોતાનો ચહેરો છૂપાવ્યો હતો.