પોરબંદર જિલ્લાના ગામડાઓમાં covid 19 ની માર્ગદર્શિકાના પાલન સાથે મતદાન મતદાનની પવિત્ર ફરજ બજાવવા મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ

પોરબંદર તા.૨૮, જિલ્લા ચૂંટણી તંત્ર, પોલિંગ સ્ટાફ, પોલીસ, આરોગ્ય,રેવન્યુ સહિત વિવિધ વિભાગના ચૂંટણી સાથે જોડાયેલા કર્મયોગીઓની સેવા

પોરબંદર તા.૨૮ પોરબંદર જિલ્લામાં પોરબંદર નગરપાલિકા, પોરબંદર જીલ્લા પંચાયત, પોરબંદર ,રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧નું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં છે છતાં પણ તકેદારીના ભાગરૂપે  રાજ્ય ચૂંટણી આયોગ ની માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લા કલેક્ટર શ્રી ડી.એન મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિ.કે.અડવાણી, અધિક કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ ,ચુંટણી અધિકારીશ્રીઓ ના સંકલન હેઠળ મતદાન દરમિયાન કોરોનાની ગાઈડલાઈનુ પાલન થાય તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતિ જોવા મળી હતી.

લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ મતદાન મથકોમાં પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.