પોરબંદર તા.૨૮, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તથા પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારના મતદાન મથકો પર મતદાન યોજાયુ હતું. નગરપાલિકા વિસ્તારની ૫૨ બેઠકો માટે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેર તથા જિલ્લામા વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાન શરૂ થયુ હતુ. મતદાન કરવા આવતા મતદારોને આરોગ્ય વિભાગ દ્રારા માસ્ક વિતરણ કરવાની સાથે, હેલ્થ સ્કિનીંગ તથા હેન્ડ સેનેટાઇઝ કરવામા આવતુ હતુ. તો મતદારોએ પણ આપસમા સામાજિક અંતર જાળવી લાઇનમા રહીને મતદાન કર્યુ હતુ.  

By admin