આદિત્યાણાના ડબલ મર્ડર કેસના આરોપીના જામીન હાઈકોર્ટ મંજુર કર્યા છે. બે વર્ષ પહેલા આદિત્યાણામાં ડબલ મર્ડર થયેલા હોય, પરંતુ બંને મર્ડર અલગ – અલગ જગ્યાએ થયેલા હોય અને તેથી રાણાવાવ પોલીસ દ્વારા જે તે વખતે બંને ગુન્હાઓ અલગ – અલગ નોધેલા હતા. અને જે – તે વખતના ભાજપના જ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય હાજા વિરમ ખુંટીનું ખૂન થયેલું હોય અને મારનાર તરીકે પણ રાણાવાવ નગરપાલિકાના સભ્ય અને વિરોધપક્ષના નેતા વિના રામદે મોઢવાડીયાનું નામ ખૂલેલું હોય અને બંને ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલા હોવાના કારણે અને મારનાર અને મરનાર બંને રાજકીય આગેવાન હોય અને ચૂંટાયેલા સભ્ય હોવાના કારણે જે – તે વખતે ચકચાર મચી ગયેલી હતી.
અને બોજું ખૂન કાના રણમલ કડછાનું થયેલું હોય તેમાં પણ વિંઝા રામદે મોઢવાડીયા તથા અન્યના નામ ખૂલેલા હતા. અને આ બંને ખૂન કેસમાં આરોપી તરીકે વિંઝાભાઈ ઉપરાંત તેનો ભાણેજ કરણ કેશુભાઈ ઓડેદરાનું નામ પણ ખૂલેલું હોય અને તે જે તે વખતે સગીર આરોપી હોય, પરંતુ સુધારેલા કાયદા મુજબ 16 વર્ષથી ઉપરના સગીર સામે પણ ન્યુએનાઈલ કોર્ટમાં કેસ ચલાવવાના બદલે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જ તેનો કેસ ચાલતો હોય અને સગીર વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી તેનો કેસ લડતા હોય અને પોરબંદરમાં સગીરની જામીન અરજી નામંજુર કરતા ગુજરાત હાઈકોર્ટમાં આશિષભાઈ ડગલી મારફત બંને ખૂન કેસમાં અલગ – અલગ જામીન અરજી દાખલ કરેલી હતી.
રેકર્ડ ઉપરના પુરાવા, ચાર્જશીટના પેપર્સ તેમજ સગીરનો ગુન્હાનો રોલ તેમજ સગીર ભુતકાળમાં અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલ ન હોવાની એડવોકેટની દલીલ ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંને કેસમાં કરણ કેશુભાઈ ઓડેદરાને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. એટલું જ નહીં, આ જ આરોપી સામે આઈ.પી.સી. કલમ – 387 નો એટલે કે, ખૂનનો ગુન્હો નોંધાયેલો હોય તે જ્યુએનાઈલ કોર્ટમાં ચાલી જતા અને તેમાં નિર્દોષ છુટી ગયેલો હોય અને તે રીતે હાઈકોર્ટ દ્વારા તમામ સંજોગોને ધ્યાને લઈ જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો. આ કામમાં આરોપી વતી અમદાવાદમાં એડવોકેટ તરીકે આશિષભાઈ ડગલી તથા પોરબંદરમાં એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હતા.