પોરબંદરમાં AIDS ના દર્દીઓ માટે કાર્યરત સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ

પોરબંદરમાં વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર દ્વારા ગુજરાત સ્ટેટ નેટવર્ક પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. એઈડસ માતૃસંસ્થાના 19 મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સી.ડી.એચ.ઓ. ડો . કવિતાબેન દવે, ડિસ્ટ્રીકટ ટી.બી. હેલ્થ સેન્ટરના ડી.ટી.એચ.ઓ. ડો. સીમાબેન પોપટીયા , એ.આર.ટી. સેન્ટરના નોડલ ઓફિસર ડો. વિપુલ મોઢાને સર્ટિફીકેટ આપીને ઉજવણી થઈ હતી.

જેમાં વિહાનનો સ્ટાફ અને સ્વાંત પ્રોજેકટના કર્મચારીઓ પણ જોડાયા હતા. સાથે સાથે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અનિલભાઈ સિંધવી અને લાયન્સ કલબ પોરબંદરના દેવાંગ હિંડોચાને પણ સર્ટિફિકેટ અપાયા હતા.