કામો મંજુર થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહજી તોમર, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલજીનો આભાર વ્યક્ત કરતા સંસદસભ્ય પૂનમ માડમ

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગામોના ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખના  કામો મંજુર થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહજી તોમર, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલજીનો આભાર વ્યક્ત કરતા સંસદસભ્ય પૂનમ માડમ

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગતજામનગર અને દેવભૂમિ દ્વારકા મા મળીને જુદા જુદા ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખનાકામો મંજુર થતા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી,માનનીય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી નરેન્દ્રસિંહજી તોમર ,ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી અને માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલજીનો આભાર માન્યો છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના -૩ અંતર્ગત બીજા તબક્કાના કામો હેઠળ જુદા જુદા ચાર વિધાનસભા વિસ્તારમા આવતા કુલ મળીને ૧૬૧.૧૯ કિોલોમીટર ના રોડ માટે  સરકારશ્રીએ ૭૮૫૬.૩૭ લાખનો ખર્ચ મંજુર કરી જોબ નંબર ફાળવી આપ્યા છે.

આ મંજુર થયેલા કામોમા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં એમ.ડી.આર.થી પાટણ પરડવા અમરાપર રોડ-એસ.ૈરચ.થી સખપુર ધ્રાફા લલોઇ શેઠવડાળા ભોજાબેડી વિરપુર રોડ, એસ.એચ.થી હરીપર પીપરટોડાથી જો. એસ.એચ. રોડ  તેમજ ખંભાળીયા વિધાનસભા વિસ્તારના વડાલીયા સિંહણથી મહાદેવીયા રોડ, બજાણા આંબરડીથી ચોખંડા રોડ, ઘુમલી મોખાણાથી રાજપરા ધોરી માર્ગને જોડતો રોડ, ઉપરાંત કાલાવડ વિધાનસભા હેઠળના છતર મોટીવાવડી નવાગામ રોડ, બેરાજા ડુંગરાણી દેવળીયા રોડ, એસ.એચ.થી શાંતિનગર બાલંભાથી મેરાણા રોડ, લતીપર પીઠડ જશાપર રોડ, ખારવા હમાપર જાલીયા દેવાણી રોડ અને દ્વારકા વિધાનસભા વિસ્તારના રાજપરા પોશીત્રા રોડ, ગોરીંજા જુની ધ્રેવાડ મેરીપર રોડ, એસ.એચ.થી ભાટીયા હડમતીયા જોધપુર રોડ, એસ.એચ.થી સુરચપર મોવાણા રોડને પહોળા કરવાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોની સમાંતર જ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ ને કેન્દ્ર સરકારશ્રીએ પ્રાધાન્ય આપ્યુ છે જે અંતર્ગત ગ્રામીણ સડકો વિકસાવી ગ્રામ્ય વિસ્તારોમાં આવન જાવનની સુખાકારી વધે છે, ખાસ કરીને  ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધતા ધંધા-રોજગાર વગેરે વધતા નાગરીકોના આવન જાવન વધતા પરિવહન સુવિધાની સાનુકુળતા માટે રોડ પહોળા કરવાની જરૂરિયાત હોવા અંગેની રજુઆતોને સરકારશ્રીએ મહત્વ આપી આ નોંધપાત્ર રકમના વિકાસ કાર્યો મંજુર કર્યા હોઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ આ તકે ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે બંને જિલ્લાઓના જુદા જુદા તાલુકાઓના મોટી સંખ્યાના ગામોના ગ્રામજનોને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ નવી સુવિધાઓના અભિનંદન પાઠવી પરિવહન સાનુકુળતાની શુભકામનાઓ પાઠવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.