પડધરીના છ નાયબ મામલતદારો ચૂંટણીપંચના હવાલે
આગામી દિવસોમાં યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને પંચ દ્વારા ખાસ મહેકમ મંજૂર કરવામાં આવતા પડધરી સહિત રાજકોટ જિલ્લાના છ નાયબ મામલતદારોને આ મહેકમના હવાલે મૂકવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગઇકાલે મોડી સાંજે આ અંગેના હુકમો કરી દીધા છે અને નિમણૂકવાળી નવી જગ્યાએ તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળી લેવા આદેશ કર્યો છે.
રાજકોટ ખાતે ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા અને એટીવીટી પડધરીની કામગીરી સાથે જોડાયેલા આર.કે કાલીયા ને મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 3 ની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેર પશ્ચિમ ઝોન મામલતદાર કચેરીના એસ.કે. ઉંધાડને વોર્ડ નંબર ચાર થી છ રાજકોટ શહેર પ્રાંત અધિકારી ઝોન 2 મા ફરજ બજાવતા કે એમ ઝાલા ને વોર્ડ નંબર 7 થી 9 પુરવઠા ઇન્સ્પેક્ટર એસ.એચ. હાંસલિયા ને વોર્ડ નંબર 10 થી 12 પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એચ.ડી.દુલેરાને વોર્ડ નંબર 13 થી 15 અને પ્રાંત અધિકારી ઝોન 2 કચેરીના એમ.એ જાડેજાને વોર્ડ નંબર 16 થી 18 ની જવાબદારી સોંપવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button