હંટર તૂટેગા નહિ તોડેગા સીરિઝના શૂટિંગમાં ઘાયલ. સેટ પર જ એક્સરે કરાવવો પડયો, જોકે, સારવાર બાદ ફરી શૂટિંગમાં હાજર.
સુનિલ શેટ્ટીને વેબ સીરિઝ ‘હંટર: તૂટેગા નહિ, તોડેગા’ના સેટ પર એક્શન દ્રશ્ય ભજવતી વખતે પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. જોકે, સુનિલની ટીમના દાવા અનુસાર સારવાર બાદ તે સેટ પર પાછો આવી ગયો છે અને શૂટિંગ પણ શરુ કરી દીધું છે. સુનીલ શેટ્ટી હાલ મુંબઇમાં પોતાની આગામી વેબ સીરીઝ ‘હન્ટર : તૂટેગા નહીં તોડેગા’નું શૂટિંગ કરી રહ્યો છે. એક એક્શન દ્રશ્ય ભજવતી વખતે સુનીલ શેટ્ટીની પાંસળીઓમાં ઇજા થઈ હતી. ઈજા કેટલી ગંભીર છે તે જાણવા સેટ પર જ એક્સ રે લેવાયો હતો. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, બાદમાં સુનિલની ટીમના જણાવ્યા અનુસાર તેને ઈજા બહુ ગંભીર નથી અને પ્રારંભિક સારવાર બાદ તેણે ફરી શૂટિંગ શરુ કરી દીધું છે.