નવેમ્બર છતાં ગુજરાતમાં ઠંડીના હજુ કોઇ જ એંધાણ નહીં

Heat Wave in Gujarat: સામાન્ય રીતે નવેમ્બર સાથે જ ફૂલગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. જોકે, આ વર્ષે નવેમ્બરમાં પ્રથમ સપ્તાહ પૂરું થયું હોવા છતાં ઠંડીનો ચમકારો ગાયબ છે અને દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ પડી રહ્યો છે. 

અમદાવાદમાં 36.5, રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન

બુધવારે રાત્રિએ અમદાવાદમાં 21.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેની સરખામણીએ ગત  વર્ષે 7 નવેમ્બરમાં 19.4 ડિગ્રી સાથે ઠંડીના ચમકારાનો પ્રારંભ પણ થઇ ગયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 13 નવેમ્બર સુધી સરેરાશ લધુતમ તાપમાનનો પારો 21થી 23 ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અ

ગુરૂવારે અમદાવાદમાં 36.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હજુ આગામી 13 નવેમ્બર સુધી તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહેશે. રાજ્યમાંથી અન્યત્ર ગુરૂવારે દિવસ દરમિયાન ભાવનગરમાં 35.6, સુરતમાં 35.8,  વડોદરામાં 36.4, ભુજમાં 38.3, રાજકોટમાં 38.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

અમદાવાદમાં ચાર વર્ષમાં 7 નવેમ્બરના લધુતમ તાપમાન 

વર્ષતાપમાન
20212024
202220.5
202320.5
202421.8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *