શરદ પૂનમે ભગવાન દ્વારકાધીશને મયુરમુકુટ અને સોનાના આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો

બેટ દ્વારકા મંદિરે શ્રીજીને શ્વેત વાઘા પહેરાવાયા : જગતમંદિરે પુજારીએ ગોપીવેશ ધર્યો, સંધ્યા આરતિ બાદ રાસોત્સવ, ગોપાલજી સ્વરૂપને દૂધ-પૌવાનો ભોગ ધરીને ઉત્સવ આરતી કરાઈ.

જામખંભાળિયા, : દ્વારકાધીશ જગતમંદિરમાં આજે શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં વી હતી. જગતમંદિર પરિસરમાં  સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો હતો.રાજાધિરાજને સાંજના સમયે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પરમયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતનો દિવ્ય શૃંગારધારણ કરાવવામાં આવ્યો હતો. સંધ્યા આરતી બાદ રો 8થી 10.30 સુધી જગતમંદિર પરિસરમાં રાસોત્સવ યોજાયો હતો. રાણીવાસમાં બિરાજતાં ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્રના પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૌવાનો વિશેષ મહા ભોગ લગાવી ઉત્સવ આરતી કરવામાં આવી હતી. ગોપીભાવથી પુજારી દવારા ગોપીવેશ ધારણ કરવામાં આવ્યો હતો.

બુધવારે રાત્રિના સમયથી શરદ પૂર્ણિમાની તિથિ બેસી જતી હોય, બેટના દ્વારકાધીશ મંદિરમાં પણ આજે શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બેટ દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને પરંપરા અનુસાર શ્વેત વાઘાના દેદિપ્યમાન શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.ં જેના દર્શન મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો. પૂજારી પરિવારના સ્ત્રતમાંથી મળતી માહિતી અનુસાર બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્રતની પૂનમની ઉજવણી આવતીકાલે ગુરૂવારે કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *