મોટાભાગનું શૂટિંગ યુરોપમાં થશે. ફિલ્મમાં સાઉથનો અદિવી શેષ ઈમરાનનો સહકલાકાર હશે, આવતાં વર્ષના અંતે રીલિઝ થશે.
ઈમરાન હાશ્મીની ‘જી ટૂ’નું બજેટ ૧૦૦ કરોડ નક્કી થયું છે. આ ફિલ્મ મૂળ તેલુગુ ‘ગુડાચારી’ની સિકવલ હશે. મૂળ ફિલ્મનો કલાકાર અદિવી શેષ ‘જી ટૂ’માં પણ ઈમરાન હાશ્મીનો સહ કલાકાર હશે.ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ નક્કી કરાયું છે. ફિલ્મનું શૂટિંગ પોલેન્ડ, ઈટલી તથા ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશોમાં થવાનું હોવાથી તેનું બજેટ આટલું વધી ગયું છે. એક જાસૂસી એજન્સીના પરાક્રમો પર આધારિત વાર્તામાં ઈમરાન હાશ્મીનો ચોક્કસ શું રોલ હશે તે હજુ સ્પષ્ટ કરાયું નથી. આ ફિલ્મ આગામી વર્ષના અંત સુધીમાં રીલિઝ કરાશે.