દોબારા દોબારા-અલતાફ પટેલ
તું હિદુ બનેગા ન મુસલમાન બનેગા
ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા. (સાહિર)
ભલે તમે ડોક્ટર, એન્જીનીઅર, સીએ કે સાયન્ટિસ્ટ બન્યા પણ જો તમારામાં હુમેનીટી ન હોય તો તે સિદ્ધી કશાય કામની નથી. ભલે ભજન કીર્તન ઓછા હોય પણ વર્તનમાં રતન જેવા મીઠા બોલ ન હોય તે ન ચાલે. અહી શાયર ખાતરીપૂર્વક માને છે કે માણસની ઉત્પતિ ઇન્સાનથી થઈ છે તો કોઈ પણ જાતની આપતિ વગર કહી શકાય કે તે શાનથી ઇન્સાન બનશે. ઇન્સાન ન બને તો મને ક મને કેહવું પડે કે તે ઇન્સાન નહિ જાનવરથી કમ નથી. પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. શાયર ખુબ આશાવાદી છે તેને નાતજાતના ભેદ કરતાં માનવી ઇન્સાન બને તેમાં વધારે ઉત્સુક છે. ધર્મના નામે અધર્મ ફેલાય છે તેથી તે ચિંતિત છે.
માલિક ને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા
હમને ઉસે હિંદુ યા મુસલમાન બનાયા…
ઇશ્વરે તો ઇન્સાન તરીકે જ માનવીને પેદા કર્યો પણ સૌએ પોત પોતાના ધર્મમાં ઇન્સાનને બાંધી લીધો. તેમાય ક્યાંય આપતી પણ એકબીજાની સર્વોપરિતા નડી ગઈ. જે ખરેખર દુખદ. માનવતા સાથે સુંદર જીવન હોય તો કેટલું સુખદ.
નફરત જો શીખાયે વો ધરમ તેરા નહિ હે
ઇન્સાન કો જો રોંદે વો કદમ તેરા નહિ હે…
કરુણા જ નહિ માત્ર ઘૃણા શીખવાડે તે સાચો ધરમ ન કહેવાય. દરેક ધર્મ ઉચ્ચ કોટિનો છે. ખામી છે તો માત્ર હઠીલા, અણસમજ અનુયાયીઓની જ.. ગમે તેટલું ધારવા છતાં તેમને સુધારવા ખુબ જ કઠીન. કોઈ પણ પગલું એવું ન હોય જે માનવતાની શુદ્ધ ભાષામાં કશું તો વિરુધ્ધ હોય.
યે તકબુર એ હસદ યે તમા, યે માબાપ કે દિલ દુખાનેવાલો કે
ઇસ ઝમાનેમે લગે મેલે હે અલતાફ, યેઇન્સાન નહિ શેતાનો કે ચેલે હે
(તકબુર. અભિમાન, હસદ.. ઇર્ષા, તમા, લાલચ)