કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મ કોમેડી અને રિલેશનશિપ ડ્રામા હશે, હાલ પ્રિ પ્રોડક્શનનું કામ ચાલુ.
કરણ જોહરની આગામી ફિલ્મમાં બે પ્રતિભાશાળી મહિલા કલાકારો કોંકણા સેન શર્મા તથા લાપતા લેડીઝથી જાણીતી બનેલી પ્રતિભા રાંટા સાથે આવી રહ્યાં છે. ફિલ્મની વાર્તા અને અન્ય ચીજોને ખનગી રાખવામાંઆવી છે. પરંતુ કહેવાય છે કે, આ એક કોમેડી હોવાની સાથેસાથે એક રિલેશનશિપ ડ્રામા પણ હશે. તેમાં બે મહિલાઓ વચ્ચેના આંતરસંબંધોની વાત હશે. આ ફિલ્મ હાલ પ્રી પ્રોડકશન સ્ટેજમાં છે. આ ફિલ્મનું પ્રોડકશન ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. કરણ જોહરે આ ફિલ્મના નિર્માણ માટે એક મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ સાથે સહયોગ કર્યો છે. જોકે, ફિલ્મ સીધી ઓટીટી પર જ રીલિઝ થશે કે પહેલાં થિયેટરમાં રીલિઝ કરાશે તે હાલના તબક્કે સ્પષ્ટ કરાયું નથી.