મૂળ આ દશેરાએ રીલિઝ થવાની હતી. આલિયાની જિગરા અને તૃપ્તિ-રાજકુમારની વીકી વિદ્યા કા વો વાલા વીડિયોને ફાયદો.
શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ ‘દેવા’ની રીલિઝ પાછળ ઠેલાઈ ગઈ છે. મૂળ આ દશેરાએ રીલિઝ થનારી ફિલ્મ હવે આવતાં વર્ષે વેલેન્ટાઈન ડેના રોજ રજૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દશેરાએ આલિયા ભટ્ટની ખુદની પ્રોડક્શન કંપનીની ફિલ્મ ‘જિગરા’ તથા રાજ કુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પણ રીલિઝ થવાની છે. હવે ‘દેવા’ આ સ્પર્ધામાંથી ખસી જતાં આ બે ફિલ્મોને તેટલો ફાયદો થશે તેમ મનાય છે. આવતાં વર્ષે વેલેન્ટાઈન ડે એ જ નિર્માતા આનંદ એલ રાયની ‘નખરેવાલી’ પણ રીલિઝ થવાની છે. જોકે, ‘નખરેવાલી’ સંપૂર્ણપણે રોમાન્ટિક ફિલ્મ છે જ્યારે ‘દેવા’ એક એક્શન ફિલ્મ છે. આથી બંને વચ્ચે ઓડિયન્સ વહેંચાઈ જશે તેવી આશા છે. આ ઉપરાંત ‘નખરેવાલીમાં તદ્દન નવોદિત કલાકારો છે તેની સામે ‘દેવા’ને શાહિદ કપૂરના નામનો લાભ મળશે તેવી નિર્માતાઓને આશા છે.