રેકોર્ડ દસ અબજ પાસવર્ડ લીક દ્વારા સેંકડો યુઝરની માહિતી જોખમમાં

હેકિંગની અત્યાર સુધીની સૌથી મોટી ઘટના લીક થયેલા પાસવર્ડનો ઉપયોગ મોટા આર્થિક કૌભાંડ  તેમજ વિવિધ સેવાઓ હેક કરવા માટે થવાની આશંકા

ન્યૂયોર્ક: ઓબામાકેર નામના એક હેકરે અત્યાર સુધીની હેકિંગની સૌથી મોટી ઘટનામાં દસ અબજથી વધુ પાસવર્ડ લીક કર્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. અગાઉ પણ લિન્કડઇન, ટ્વીટર, વીબો અને ટેન્સેન્ટ જેવા પ્લેટફોર્મમાંથી ૧૨ ટેરાબાઈટ્સ સુધીનો ડાટા લીક કરાયો હતો. તાજેતરની હેકિંગ ઘટનામાં ઓબામાકેર નામના હેકરે લોકપ્રિય હેકિંગ ફોરમ પર રોકીયુ૨૦૨૪ નામના ડાટાસેટમાં દસ અબજ જેટલા વિશિષ્ટ પાસવર્ડ લીક કરી દીધા હતા. નિષ્ણાંતોના મતે આવા ચોરાયેલા પાસવર્ડથી અનેક પ્રકારની છેતરપિંડી થઈ શકવાની સંભાવના હોવાથી વપરાશકારોે સાવધ રહેવાની જરૂર છે.

ઓબામાકેર નામનો આ યુઝર છેલ્લા અનેક વર્ષોથી સિમન્સ એન્ડ સિમન્સના કર્મચારીઓના ડાટાબેસ, ઓનલાઈન કેસિનો આસ્કગેમ્બલર્સમાંથી મળેલી માહિતી તેમજ ન્યુ જર્સી ખાતે રોવાન કોલેજ માટેના એપ્લિકેશનોમાંથી તફડાવેલા ડાટા સહિતનો ડાટા ઓનલાઈન શેર કરી રહ્યો છે. સાયબર ન્યુઝ ખાતે સંશોધકોએ રોકયુ૨૦૨૪ ડાટાસેટની ત્રીજી આવૃત્તિ રજૂ કરી છે જેમાં અનેક નવા અને જૂના તફડાવેલા પાસવર્ડ સામેલ હતા. ૨૦૨૧માં રજૂ કરાયેલા ડાટાસેટમાં લગભગ આઠ અબજ તફડાવેલા પાસવર્ડ તેમજ અનેક સેલિબ્રિટીની બેન્ક માહિતી સહિત અંગત ડાટા હતા. તાજેતરની રજૂઆતમાં ડાટાબેસમાં પંદર અબજ વધુ પાસવર્ડ ઉમેરાયા છે. આ ડાટાસેટ ૨૦૦૯માં રજૂ કરાયેલા અન્ય એક ડાટાસેટના આધારે બનાવાયો છે જેમાં પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી કરોડો પાસવર્ડની માહિતી લીક કરાઈ હતી.ડાટાસેટમાં રહેલા પાસવર્ડનો ઉપયોગ માહિતી મેળવવા અથવા બુ્રટ ફોર્સ માટે કરાતા હુમલા કરવા થઈ શકે છે. માહિતી મેળવવાના હુમલામાં ગુનેગારો તફડાવેલા પાસવર્ડ દ્વારા અન્યોના ઉપકરણો અથવા એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તેનાથી વિપરીત બુ્રટ ફોર્સ હુમલામાં ગુનેગારો માહિતી મેળવવા ટ્રાયલ એન્ડ એરરનો ઉપયોગ કરીને પાસવર્ડ મેળવી લે છે.સાયબર ન્યુઝ સંશોધકોના મતે રોકયુ૨૦૨૪ના દસ અબજનો મજબૂત ડાટાબેસમાં રહેલા પાસવર્ડનો ઉપયોગ વિવિધ સેવાઓ, કેમેરા અને ઔદ્યોગિક હાર્ડવેરને ટારગેટ કરવા થઈ શકે. હેકર ફોરમ અને બજારમાં અન્ય લીક થયેલા ડાટાબેસ સાથે સહયોગ કરીને તેનાથી મોટી નાણાંકીય છેતરપિંડી, કૌભાંડ અને ઓળખની ચોરી થઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *