બંને હિરોઈનો ફિમેલ સ્પાયની ભૂમિકામાં ફિલ્મમાં અનિલ કપૂર બંને મહિલા જાસૂસના મેન્ટરની ભૂમિકા ભજવશે.
આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની નવી સ્પાય ફિલ્મનું ટાઈટલ ‘આલ્ફા’ નક્કી કરવામાં આવ્યું છે. આ બંને હિરોઈનો સહિત સમગ્ર ફિલ્મની ટીમ દ્વારા નવાં ટાઈટલની અધિકૃત ઘોષણા કરવામાં આવી હતી. ફિલ્મ નિર્માતા યશરાજ તરફથી એવી અધિકૃત માહિતી પણ અપાઈ છે કે મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ શરુ થયું છે અને હવે પછીનું શિડયૂલ યુકેમાં હાથ ધરાશે. ફિલ્મમાં આલિયા અને શર્વરી લેડી સ્પાયની ભૂમિકામાં છે. અનિલ કપૂર તેમના મેન્ટરનો રોલ અદા કરી રહ્યો છે જ્યારે બોબી દેઓલ વિલન છે. અગાઉ આલિયા ભટ્ટ ‘રાઝી’ ફિલ્મમાં પણ સ્પાયનો રોલ કરી ચૂકી છે. જોકે, ત્યારે તેના ભાગે ખાસ એક્શન દૃશ્યો કરવાના ન હતાં આવ્યાં. જ્યારે ‘આલ્ફા’માં એક્શન દૃશ્યોની ભરમાર હશે તેમ જણાવાયું છે.