હિન્દ મહાસાગર પર પ્રભુત્વ સ્થાપવા વડાપ્રધાન મોદીનું વ્યાપક આયોજન

હિન્દ મહાસાગરમાંથી વર્ષે 3 ટ્રિલિયન ડોલરનો વેપાર ચાલે છે ઉ.પૂર્વમાં આંદામાનના દિગલીપુર દ.પશ્ચિમે મીનીકોય દ્વિપ સુધીમાં નૌકા મથકો, રડાર સ્થાપવામાં આવશે

હિન્દ મહાસાગરમાંથી વર્ષે ૩ ટ્રિલિયન ડોલરનો વ્યાપાર દક્ષિણ-પૂર્વ અને ઉત્તર એશિયા વચ્ચે ચાલે છે. આથી ઇન્ડીયન-ઓશન-રીજીયન (IOR)ની સલામતી ભારત માટે અત્યંત મહત્વની છે. દિગલીપુરથી દ. પશ્ચિમે મિનિકોય ટાપુ સુધી નૌકા મથકો અને રેડાર નેટવર્ક સ્થાપવા વડાપ્રધાન મોદીએ યોજના તૈયાર કરાવી છે. તે પ્રમાણે દિગલીપુરમાં ૨જી-એ, વિસ્તારવામાં આવશે અને ગ્રેટ નિકોબારમાં કેમ્પબેલ બેમાં પણ રનવે વિસ્તારાશે. જ્યારે પોર્ટ બ્લેયર ખાતે વિમાનો રાત્રીએ પણ ઉતરાણ કરી શકે તેવી સુવિધાઓ ગોઠવાશે.

આ ઉપરાંત લક્ષદ્વિપ ટાપુનાં અગાતી એરપોર્ટનો રનવે પણ લંબાવાશે, અને મિનિકોય ટાપુ ઉપર નવો રનવે રચાશે. કેમ્પબેલ બે સ્થિત આઈએનએસ બેઝનો રનવે ૪૦૦૦ ફીટ સુધી લંબાવી, મોટા જેટ અને ફાઇટર વિમાનો ચઢી ઉતરી શકે તેવો બનાવાશે. આમાં વિમાનો ચઢી-ઉતરી શકે તેટલો રનવે, દિગલીપુર સ્થિત આઈએનએસ કોહસ્સાનો પણ લંબાવવામાં આવશે. આ એરબેઝ કટોકટીના વખતે ખરા અર્થમાં કામ લાગે તેવો હશે.

આ બધાની ખાતરી કરવાં આવી રહી છે અને તે દ્રષ્ટિએ જ તાજેતરમાં ભારતીય વાયુદળે એરબસ ૩૨૧નું રાત્રી ઉતરાણ કરવામાં આવ્યું હતું જે પોર્ટબ્લેયર સ્થિત વીર સાવરકર એરપોર્ટ પર કરાયું હતું. આ રીતે એક મહત્વનો ટેસ્ટ કરાયો હતો.

મોદી સરકાર ભારતની સમુદ્રીય શક્તિ વધારવા માગે છે તેના ભાગરૂપે આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર છ વધુ પ્રબળ રેડાર્સ ગોઠવવામાં આવશે. નિકોબાર ટાપુઓ પાસેના  કેમ્પબેલએ પરનો રનવે લંબાવવામાં આવશે, ત્યાં હાઈપાવર્ડ રેડાર્સ ગોઠવવાની પણ દરખાસ્ત છે. જે ગ્રેટનિકોબારનાં ‘ગેલેક્ષીયા બે’ પર ગોઠવાશે.

આ વિસ્તાર ઇન્ડોનેશિયાના બાન્દા એસેટથી માત્ર ૧૫૦ કી.મી જ દૂર છે. મીનીકોય ટાપુ માલદીવથી ૩૦૦ કી.મી. દૂર છે.

માલદીવ તેની શક્તિ કરતાં અનેકગણાં સબળ ભારત સામે મુક્કા ઉગામે છે, પરંતુ તે ચીનની મદદથી કરી રહ્યું છે. તેણે ચીન પાસેથી ઢગલાબંધ લોન લીધી છે તે દેવાદાર થઇ ગયું છે તેથી તેને ચીનને સહાયતા કરી આપવી પડે છે.

હિન્દ મહાસાગરમાંથી સુએઝ કેનાલ અને પર્શિયન ગલ્ફમાંથી વાર્ષિક ૩ ટ્રિલિયન ડોલરથી વધારે વ્યાપાર ચાલે છે. ત્યાંથી સ્ટીમરો, મલાક્કા, સુઝા અને લોમ્બોક સ્ટ્રેઇટ્સ દ્વારા દ.ચીન સમુદ્રમાં જાય છે તેથી ચીનની નૌસેના સામે હિન્દ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક વિસ્તાર સુરક્ષિત રાખવો અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *