બનેના ડેટિંગનો વધુ એક પુરાવો મળ્યો. ઈબ્રાહિમના ઘરેથી બંને વારાફરતી બહાર નીકળ્યાં પણ કેમેરામાં ઝડપાઈ ગયાં.
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી છે. હાલમાં જ પલક ઈબ્રાહિમના ઘરેથી બહાર નીકળતાં જોવા મળી હતી. તે પછી બંનેની રિલેશનશિપ વધારે કન્ફર્મ થઈ હતી. પલકે ઇબ્રાહિમ સાથેની ડેટિંગની વાતને ગયા વરસે જ નકારી કાઢી હતી.તેણે કહ્યું હતું કે, બે ફિલ્મોના શૂટિંગમાંથી જ મને સમય મળતો નથી. હાલ મારી કારકિર્દી જ મારું જ લક્ષ્ય છે. અમારા માટેની આવી અફવાઓ એ અમારા પ્રોફેશનનો જ એક હિસ્સો છે. તેમ તેણે વધુમાં જણાવ્યું હતું. હાલ હું મારા કામ પર જ ધ્યાન આપી રહી છું. જોકે, પલક ઈબ્રાહિમના ઘરેથી નીકળી એક કારમાં રવાના થઈ હતી. તેના પાછળ પાછળ ઈબ્રાહિમ પણ નીકળ્યો હતો અને તે અલગ કારમાં રવાના થયો હતો. જોકે, બંનેની આ અવરજવર પાપારાઝીઓના કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.