સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એફએક્યુ મુજબ હોટલ રેસ્ટોરન્ટમાં ક્રોકરી અને અન્ય ચીજ વસ્તુઓની એસજીએસટી, સીજીએસટી અને આઇજીએસટીની વેરા શાખ મળવાપાત્ર થાય છે.આ પણે જાણીએ છે કે દિવસે ને દિવસે હોટલ ઇન્ડસ્ટ્રી અને ફૂડ ઇન્ડસ્ટ્રી ફૂલી ફાલી રહી છે. સામાન્ય રીતે રહેવા અને જમવાની સેવાઓમાં નીચે મુજબની ચાર મુખ્ય સેવાઓનો સમાવેશ થાય છે :એક રેસ્ટોરન્ટ સેવા, બે કેટરિંગની સેવા, ત્રણ ટૂંકા ગાળા માટે રહેવાની સગવડ વાળી સેવા અને ચાર અન્ય રીતે ખોરાક પૂરું પાડવાની સેવા. GSTના જાહેરનામા ક્રમાંક ૧૧/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭માં એક્સપ્લેનેશન હેઠળ રેસ્ટોરન્ટ સર્વિસ એટલે શું તે વ્યાખ્યા કરીને જણાવેલ છે.
“ Restaurant service means supply, by way of or as part of any service, of goods, being food or any other article for human consumption or any drink, provided by a restaurant, eating joint including mess, canteen, whether for consumption on or away from the premises where such food or any other article for human consumption or drink is supplied.” આઉટડોર કેટરિંગની વ્યાખ્યા પણ જાહેરનામામાં આપવામાં આવેલ છે.
“Outdoor catering means supply, by way of or as part of any service, of goods, being food or any other article for human consumption or any drink, at exhibition halls, events, Conferences, marriage halls and other outdoor or indoor functions that are event based and occasional in nature.”હોટેલ અકોમોડેશનની વ્યાખ્યા આ પ્રમાણે છે :
“Hotel accommodation means supply, by way of accommodation in hotels, inns, guest houses, clubs, campsites or other commercial places meant for residential or lodging purposes including the supply of time share usage rights by way of accommodation”.
GSTbtk Heading 9963- Accomodation, food and beverage services દર્શાવે છે. જ્યારે કોઈપણ રાંધેલો ખોરાક ઘરે કે અન્ય જગ્યાએ સપ્લાય કરવામાં આવે છે ત્યારે તે સપ્લાય ઓફ સર્વિસ ગણાશે કારણકે કાયદામાં કોઈ જગ્યાએ ઇન રેસ્ટોરન્ટ, ઇન ઇટીંગ જોઈન્ટ કે ઇન મેસ એવા શબ્દો વાપરવામાં આવેલ નથી.
વેરાના દર : અગાઉ રૂ ૭૫૦૦ સુધીના હોટેલ અકોમોડેશન ઉપર જીએસટીના બે દર હતા. જો રૂમનું ભાડું પ્રતિ-દીન એક હજાર રૂપિયાથી નીચે હોય તો જીએસટીમાં માફી હતી અને જો રૂ ૧,૦૦૦ થી રૂ ૭૫૦૦ વચ્ચે હોય તો ૧૨% જીએસટી લાગતો હતો. પરંતુ જાહેરનામાં ક્રમ૦૩/૨૦૨૨ તા. ૧૩.૦૭.૨૦૨૨, અમલી તારીખ ૧૮.૦૭.૨૦૨૨થી હવે માફી દૂર કરવામાં આવેલ છે અને રૂપિયા ૭૫૦૦થી નીચેના રૂમ ચાર્જીસ માટે ITC સાથે ૧૨% અને તેના ઉપરના રૂમ રેન્ટ માટે ૧૮ ટકા જીએસટી લાગે છે. એની સાથે રેસ્ટોરન્ટના વેરાનો દર અને કેટરિંગનો વેરાનો દર લિંક કરેલ છે. જેમ કે રૂ ૭૫૦૦થી ઓછા પ્રતિ દિન રૂમના ભાડાવાળા હોટેલમાં આવેલ રેસ્ટોરન્ટના તથા કેટરિંગના કેસમાંITC વગર ૫% GST લાગે છે જ્યારે રૂમનું ભાડું પ્રતિ દિન રૂ ૭૫૦૦થી વધુ હોય તેવા રેસ્ટોરન્ટના તેમજ કેટરિંગના કેસમાંITC સાથે ૧૮% GST લાગે છે. સ્ટેન્ડ અલોન રેસ્ટોરન્ટના કેસમાં પણITC વગર ૫% GST લાગે છે. અને જો turnover રૂ ૧૫૦ લાખની નીચે હોય તેમજ ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારેલ હોય તો પણ ITC વગર ૫% GST લાગે છે.
હોટેલ અકોમોડેશન સાથે ફ્રી-બ્રેકફાસ્ટ અપાય તો તમામ રકમ પર composite supply મુજબ ૧૨%/૧૮% GST લાગશે. કેટલીક હોટલો દ્વારા એરપોર્ટ પિક-અપ અને ડ્રોપની કે સાઈટ સીઈંગ માટે ફ્રી ટેક્સી સુવિધા પૂરી પડાય છે. આવા કેસોમાં સૈટીગ mixed supplyનો સિધ્ધાંત લાગુ પડશે અને ઊંચા દર મુજબ GST લાગશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એફએક્યુ મુજબ હોટલ રેસ્ટોરન્ટમાં ક્રોકરી અને અન્ય ચીજ વસ્તુઓની એસજીએસટી, સીજીએસટી અને આઇજીએસટીની વેરા શાખ મળવાપાત્ર થાય છે.
અન્ય (૧).ભારતીય રેલ્વેમાં જે ભોજનની સુવિધા પૂરી પડાય છે તેના ઉપરITC વગર ૫% GST લાગે છે અને જ્યાંથી ભોજન ગાડીમાં મુકાય તે પ્લેસ ઓફ સપ્લાય ગણાય છે. દા. ત. મુંબઈ-દિલ્હીની ટ્રેનમાં કેટરિંગનો સામાન મુંબઈથી શરુ થતી ટ્રીપ વખતે લોડ થાય તો પ્લેસ ઓફ સપ્લાય મુંબઈ થશે.
(૨). હવાઈ મુસાફરી કે on ship માટે સપ્લાય થતા ફ્રોઝન કે રેડી ટુ કુક/ઈટ ફૂડ ઉપર ૧૮% ના દરે GST લાગે છે.
(૩). એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ, સ્ટાફ કે ફેકલ્ટીને પુરા પડાતા ભોજન વગેરે ઉપર GST લાગતો નથી.
(૪) માન્ય SEZ એકમ દ્વારા જો ઇવેન્ટ મેનેજમેન્ટની સેવા, હોટેલ અકોમોડેશન કે કોઈ કન્ઝુમેબલ્સ મેળવવામાં આવે તો તે IGST કાયદાની કલમ ૧૬(૧) મુજબ zero rated supply માટે પાત્ર થશે.
(૫) પરિપત્ર ક્રમાંક ૭૫/૪૯/ ૨૧૮ જીએસટી તારીખ ૨૭.૧૨.૨૦૧૮માં જણાવ્યા મુજબ ધાર્મિક સ્થળોએ ‘સેવા ભોજ યોજના’ કે જે તારીખ ૧.૮.૨૦૧૮થી શરૂ કરવામાં આવેલ છે તે માટે ખરીદવામાં આવતા અનાજ કરિયાણાની ચીજ વસ્તુઓ ઉપરના સીજીએસટીના વેરાનું અને આઈજીએસટીના કેન્દ્રના હિસ્સાનું રિમબર્સમેન્ટ મળવા પાત્ર છે.
(૬) માનવ વપરાશ માટેના દારૂ ઉપર હજી વેટ/સ્ટેટ એક્સાઈઝ લાગે છે તેથી જો કોઈ હોટલમાં તેનો સપ્લાય થતો હોય તો તેટલા પૂરતું જુદું બિલ આપવાનું રહે. સિગરેટ, હુક્કો અને તમાકુની બનાવટોના સપ્લાય પર લાગુ પડતા દરે વેરો+સેસ ભરવાનો થાય.
(૭) મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લરોમાં અને આઉટલેટમાં તૈયાર આઈસ્ક્રીમ વેચવામાં આવે છે તેના ઉપર વેરા શાખ વગર ૧૮ ટકા જીએસટી લાગે પરંતુ જ્યારે આ આઈસ્ક્રીમ હોટલમાં ભોજન સાથે પીરસવામાં આવે ત્યારે તે કમ્પોઝિટ સપ્લાયનો ભાગ થશે.
(૮) PG અકોમોડેશન અને હોસ્ટેલ અકોમોડેશન અંગે ઘણાં ચુકાદા આવેલ છે. પેઇંગ ગેસ્ટ તરીકે અને હોસ્ટેલમાં રહેનાર ઉપર ૧૨% જીએસટી લાગે. કર્ણાટક ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ દ્વારા શ્રી સાઈ લક્ઝુરિયસ એલએલપીના કેસમાં આ મુજબનો ચુકાદો આપવામાં આવેલ છે. ચુકાદામાં એવું જણાવેલ છે કે પીજી અને હોસ્ટેલ રૂમ એ ભાડે અપાય છે તે સામાન્ય રહેઠાણની દ્રષ્ટિએ ભાડે અપાતા નથી. અન્ય એક ચુકાદો નામદાર મદ્રાસ હાઇકોર્ટનો Thai Mookambikaa Ladies Hostel vs Union of India, કેસ ક્ર. : W.P.No.28486 of 2023, તા. ૨૨.૦૩.૨૦૨૪નો છે જે મુજબ મહિલાઓ માટેની હોસ્ટેલ ઉપર GST ન લાગે તેવું ઠરાવવામાં આવેલ છે કારણકે તેનો ઉપયોગ વાણીજીયક હેતુઓ માટે થતો નથી અને તેનો સમાવેશ residential dwelling થાય.
સેવાઓ અને વેરાના દર : હોટલ ઉદ્યોગ દ્વારા નીચે મુજબની મુખ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે (કૌંસમાં વેરાનો દર દર્શાવેલ છે અને ITC અંગે જણાવેલ છે) રૂમ અકોમોડેશન (૧૨/૧૮%). ટેરિફ પ્રમાણે નહિ પરંતુ સેવાની રકમ પ્રમાણે વેરો લાગે છે. રૂમમાં વપરાતા AC, TV, ફ્રીજ, વગેરેનીITC મળવાપાત્ર. જો રૂમ બુકિંગ કેન્સલ થાય અને ચાર્જ લેવાય તો વેરાપાત્ર.રેસ્ટોરન્ટમાં તથા રૂમમાં ખાદ્ય પદાર્થો અને શરાબ પીરસવાનું કામ (૧૨/૧૮%). રૂમ રેન્ટ સાથે લિંક થયેલ છે.
ટેક્સી ભાડેથી પૂરી પાડવી (૫/૧૮%). જો અન્ય કેબ ઓપરેટરની ટેક્સી બુક કરાય તો ૫%ના દરમાંથીITC મળે. જો બળતણની કિંમત સેવા મેળવનાર ભોગવે તો ૧૮%ના દરમાંથીITC મળે.ફોરેન કરન્સી એક્સચેન્જ (૧૮%,ITC મળવાપાત્ર, વેલ્યુએશન નિયમ મુજબ કરવાનું થાય-રૂ. એક લાખ સુધી-૧% અથવા રૂ ૨૫૦ બેમાંથી જે વધુ હોય તે, એકથી દસ લાખ- રૂ ૧૦૦૦+ અડધો ટકો, દસ લાખથી વધુ-રૂ ૫૦૦૦+૦.૧૦% અથવા રૂ ૬૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે)રૂમમાં મીની બાર રાખવો, પેક્ડ ફૂડ પૂરો પાડવો (સપ્લાય થયેલ ચીજ-વસ્તુના વેરાના દર મુજબ)વિવિધ કાર્યક્રમો માટે અને કોન્ફરન્સ માટે હોલ કે મંડપ સર્વિસ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવી (૧૮%,ITC મળવાપાત્ર)લોન્ડરી સર્વિસ, બ્યુટી પાર્લર, જીમનેશિયમ અને ક્લબની, ટેલીકોમ્યુનિકેશન સર્વિસ જેમકે ટેલીફોન, ફેક્સ, વાઇફાઇ, વગેરે સુવિધા પૂરી પાડવી (૧૮%,ITC મળવાપાત્ર)