ઉનાળામાં ગુજરાત સરકાર દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પાડવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા ડો. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી,ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાય તે માટે તમામ રાજ્યોમાં રજુઆતો કરાઈ, રૂબરૂ ટીમ મોકલાઈ રહી છે.

આ કાળઝાળ ઉનાળામાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. સરકારી આદેશ દ્વારા ગુજરાતનાં દરેક ગામ અને શહેરમાં પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાની સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં સરકારી કચેરીઓમાં પક્ષીઓ માટે ઝાડ પર પાણી પીવાના પાત્રો અને બર્ડ ફીડર લગાડવા જોઈએ  જેથી પશુ, પક્ષીઓ માટે ખોરાક અને પાણીની દૈનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. પક્ષીઓ માટે, ગામો/શહેરોમાં જ્યાં પક્ષીઓની વધુ અવરજવર હોય, ત્યાં જરૂરિયાત મુજબ વૃક્ષો પર ખોરાકના પાત્રોની વ્યવસ્થા કરવામાં આવે. દરેક ગામમાં દરેક સ્થળે સર્વે કર્યા બાદ પશુઓ માટે પાણી પીવાના પાત્રો મુકવામાં આવશે જેથી ઉનાળાના દિવસોમાં નિરાધાર પશુ-પક્ષીઓ ભૂખ્યા, તરસ્યા ન રહે.

ઉનાળામાં ગુજરાત સરકાર દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પાડવા બદલભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ અને ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણીએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે.આ સાથે ગિરીશ શાહ અને મિત્તલ ખેતાણી દ્વારા ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ પશુ, પક્ષીઓ માટે ખોરાક તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે માટે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓને આવેદન પાઠવવામાં આવ્યું છે તેમજ ટીમને પણ રૂબરૂ રજૂઆત માટે મોકલાઈ રહી છે.–
GIRISHBHAI SHAH Member ANIMAL WELFARE BOARD OF INDIA (Ministry of Environment Forest & Climate change. Govt. Of India) Mo. 09820020976