બોલીવૂડ એકટ્રેસ જાન્હવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીને લઈને ચર્ચામાં છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે બાદ ફિલ્મનું પહેલું ગીત ‘દેખા તેનુ’ પણ 15 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતને લૉન્ચ કરવા માટે એક ઈવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી, જેમાં પણ જ્હાન્વી કપૂરનો એક વીડિયો વાયરલ થયો હતો.  

JANVI KAPOOR

જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. તે લાંબા સમયથી શિખર પહારિયાને ડેટ કરી રહી છે. જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી તેને સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી, પરંતુ જ્હાન્વી સમયાંતરે તેના વિશે સંકેતો છોડતી રહે છે. બુધવારે જ્યારે જ્હાન્વીને પૂછવામાં આવ્યું કે, તેની લાઇફમાં પરફેક્ટ પાર્ટનર કોણ અને કેવો હશે?

પોતાના લાઇફ પાર્ટનર વિશે જ્હાન્વીએ કહ્યું કે, ‘એક વ્યક્તિ જે મારા સપનાને તેના સપના બનાવી શકે છે.’ સામે બેઠેલા કેટલાક લોકોએ તેને ઓલ ધ બેસ્ટ કહ્યું ત્યારે એકટ્રેસે હસીને સવાલ કર્યો કે ઓલ ધ બેસ્ટ કેમ? મળવો મુશ્કેલ છે? ત્યારે લોકોએ કહ્યું, મળી ગયો લાગે છે. પછી જ્હાન્વી સ્માઇલ કરવા લાગી. 

શિખરે જ્હાન્વીના વખાણ કર્યા  હાલમાં જ શિખર પહાડિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગર્લફ્રેન્ડની ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. આ સાથે એક ક્યૂટ નોટ પણ લખવામાં આવી હતી – “વાહ! શું ક્રિકેટ રમો છો, મિસિસ માહી.” આના પર જાન્હવીએ જવાબ આપ્યો, “મિસ યુ, શિખુ.”

જ્હાન્વી કપૂર વર્કફ્રન્ટ

જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ સિવાય તે સાઉથની ફિલ્મ ‘RC 16’ અને ‘દેવરા’માં પણ જોવા મળશે.