શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત,સેન્સેક્સ 71300 નજીક ખુલ્યો

આજે વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના કારણે શરૂઆત સારી રહી છે. ચીન, હોંગકોંગ અને તાઈવાનના બજારોમાં આજે રજા છે. અમેરિકન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. dow એ ફરી 125 પોઈન્ટનો ઉછાળો કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. Nasdaq અને S&P 500માં હળવું પ્રોફિટ બુકિંગ જવા મળ્યું હતું. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.17% ની નજીક સ્થિર છે. FII અને સ્થાનિક ફંડોની ખરીદી કરીછે. ફુગાવો અને IIPના આંકડા પણ મજબૂત છે.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે

આજે Eicher Motor , Hindalco Industries ,BHEL, Bosch, Deepak Nitrite, Gujarat Gas, Hindustan Copper, IRCTC, National Aluminium, Info Edge , Siemens , Arvind Fashions, Borosil, Dredging Corp, Eris Lifesciences, Garden Reach, Indiabulls Real Estate, Inox India, KRBL, Markasans Pharma, Medi Assist Healtcare, NBCC, Prestige Estates પરિણામ જાહેર કરશે.

FIIs-DII ના આંકડા

ગઈકાલે સપ્તાહના પ્રથમ સત્રમાં સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકડ બજારમાં ખરીદી જોવા મળી હતી. સોમવારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં કુલ ₹126.60 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં કુલ ₹1711.75 કરોડના શેરની ખરીદી કરી હતી.