Youtube પર વીડિયો જોઈને ઘરે જ પત્નીની ડિલીવરી કરાવી રહ્યો હતો પતિ

તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક મહિલાનું ડિલીવરી દરમિયાન મોત થઈ ગયું છે. આરોપ છે કે, યુટ્યુબ પર ટેક્નોલોજી જોઈને પતિ પત્નીની નેચરલ ડિલિવરી કરાવી રહ્યો હતો. આ દરમિયાન મહિલાને ખૂબ જ બ્લીડિંગ થઈ ગયુ અને તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના 22 ઓગષ્ટની છે. 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રથિકાએ જણાવ્યું કે, પોચમપલ્લી નજીક પુલિયામપટ્ટી નિવાસી લોગનયાકી નીમની મહિલાનું મોત થઈ ગયું છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લોગનાયકીનો પતિ મધેશ પ્રસવ પીડા શરૂ થતાં તેની ઘર પર જ નેચરલ ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહિલાએ એક બાળકને જન્મ આપતાની સાથે જ કથિત રીતે ગર્ભનાળને યોગ્ય રીતે કાપવામાં ન આવી. જેના કારણે વધુ બ્લીડિંગ થઈ ગયુ અને મહિલા બેહોશ થઈ ગઈ. 

પોલીસ FIR દાખલ કરી પુરાવા એકત્ર કરી રહી

મહિલા બેહોશ થઈ જતા તાત્કાલિક તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત ઘોષિત કરી. પોલીસે CRPCની કલમ 174 (અકુદરતી મૃત્યુ) હેઠળ FIR દાખલ કરી લીધી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં પતિ દ્વારા યુટ્યૂબ જોઈને ડિલીવરી કરાવવાની વાત સામે આવી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો તપાસ દરમિયાન પોલીસને પુરાવા મળ્યા તો આરોપી પતિની ધરપકડ કરવામાં આવી શકે છે.

પતિએ યુટ્યૂબ જોઈને ડિલીવરીની જાણકારી એકત્ર કરી

પતિએ યુટ્યૂબ પર ઘરે જ ડિલીવરી કરાવવા અંગેની જાણકારી એકત્ર કરી હતી. જોકે, અધુરી જાણકારીના કારણે ડિલીવરી સફળ ન થઈ અને મહિલાને ખૂબ જ બ્લીડિંગ થવા લાગ્યું. પોલીસે ત્યારે કેસ દાખલ કર્યો જ્યારે એક આરોગ્ય કાર્યકર્તાએ સૂચિત કર્યું  અને જણાવ્યું કે, ઘરેલુ ડિલીવરીના કારણે મહિલાનો જીવ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *