વનડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે રમાશે. તેથી BCCIએ સ્ટેડિયમોને સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. BCCI લગભગ 7 સ્ટેડિયમોમાં સુધારણાનું કામ કરાવશે. એક અહેવાલ અનુસાર BCCI આ સુધારણા માટે 50-50 કરોડ રૂપિયા આપશે. આ લિસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સથી લઈને લખનઉના અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

કયા કયા સ્ટેડિયમને કરાશે અપગ્રેડ

BCCI મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નવી ફ્લડલાઈટ લગાવશે. આ સ્ટેડિયમમાં કોર્પોટ બોક્સ પણ લગાવવામાં આવશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમને અપગ્રેડ કરવામાં આવશે. ધર્મશાળામાં નવું આઉટફિલ્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૂણેના સ્ટેડિયમમાં રૂફિંગનું કામ કરવામાં આવશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સીટો અને ટોયલેટનું સમારકામ કરવામાં આવશે. અહીં ટિકિટ સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવશે. લખનઉના સ્ટેડિયમમાં પીચ વર્ક કરવામાં આવી રહ્યું છે. ચેન્નઈમાં પણ પીચ વર્ક કરવામાં આવશે. તેની સાથે LED લાઇટ લગાવવામાં આવશે.

લખનઉ સ્ટેડિયમ પર વધુ ધ્યાન આપી રહ્યું છે BCCI

મળેલા અહેવાલો અનુસાર BCCI લખનઉના ભારત રત્ન શ્રી અટલ વિહારી બાજપેયી સ્ટેડિયમ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. IPLની મેચો અહીં રમાતી હતી. આ મેચો લો સ્કોરિંગ હતી. જેના કારણે પીચની ટીકા થઈ હતી. તેથી જ હવે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમમાં 11 નવી પીચો તૈયાર કરવામાં આવી છે. જમીન પર નવા ઘાસનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. અહીં 29 ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાશે. વર્લ્ડ કપ 2023ની કુલ 5 મેચો અહીં રમાશે. ભારત-ઈંગ્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ક્વોલિફાયર 2 ટીમ વચ્ચે મેચ રમાશે