આવકવેરા વિભાગ ફરી સક્રિય થઈ જવાથી કરચોરોને ધમરોળી નાખ્યા હોય તેમ એક સાથે ગોધરામાં ૧૨ સ્થળ ઉપરાંત વડોદરા અને ડાકોરમાં પણ આવકવેરા વિભાગે તવાઈ ઉતારી છે. વહેલી સવારથી ઇન્કમટેકસ વિભાગનો મેગા સર્ચ ઓપરેશન શરૂ થતાં જ કરચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગત મુજબ આ દરોડામાં અમદાવાદ વડોદરા સુરત ની ટીમ સાથે રાજકોટની ટીમ પણ જોડાઇ છે. ગઈકાલે જ અલગ-અલગ શહેરોમાંથી ઈન્કમટેક્ષની ઇન્વેસ્ટિગેશન ની ટીમને બોલાવી લેવામાં આવી હતી અને આજે વહેલી સવારથી કરચોરો પર એક્શન લેવામાં આવ્યું છે આ સર્ચ ઓપરેશનમાં ગોધરામાં સોની બ્રધર્સ જાણીતા બિલ્ડર ગ્રુપ ના હાર્દિક સોની અને પ્રિયેશ સોની ની ઓફિસ, ઘર અને અલગ-અલગ સાઇટ સહિતના સ્થળો પર આવકવેરા વિભાગે સર્ચની કામગીરી શરૂ કરી છે. હજુ આશરે એકાદ મહિના પહેલા અમદાવાદના મોટા ગજાના ગણાતા પોપ્યુલર ગ્રુપ પર આવકવેરા વિભાગે ત્રણથી ચાર દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી કરોડો રૂપિયાની કરચોરી ને જપ્ત કરી હતી આ દરમિયાન તહેવારો નજીક આવી રહ્યા છે અને ત્યારે જ આવકવેરા વિભાગ ફરી હરકતમાં આવતાં તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈન્કમટેક્ષ વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ ઓપરેશન એટલી હવે ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સર્ચ ઓપરેશનના એક દિવસ પહેલા જ સમગ્ર ટીમને અમદાવાદ બોલાવી લેવાઇ હતી ત્યાં એક્શન મિટિંગ બાદ અધિકારીઓનું રાત્રિરોકાણ વડોદરા ખાતે રાખવામાં આવ્યું હતું.