મોદી સાથેની રેલી કામ ના લાગી, ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોએ ઝાટકો આપ્યો

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને હાલના તબક્કે તો ટ્રમ્પ કરતા બિડેન ઘણા આગળ નિકળી ગયા છે ત્યારે ટ્રમ્પને અમેરિકાના ભારતીય સમુદાય તરફથી ચૂંટણીમાં ઝાટકો લાગ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં પીએમ મોદીની સાથે એક રેલી કરી હતી અને  એ પછી અમદાવાદમાં પણ આવી જ એક રેલી યોજાયી હતી.જેની પાછળનુ કારણ ટ્રમ્પ અમેરિકામાં ભારતીય મૂળના વોટર્સને રીઝવવા માંગતા હોવાની અટકળો પણ થઈ રહી હતી.જોકે નેશનલ એક્ઝિટ પોલ પ્રમાણે 64 ટકા એશિયાઈ મૂળના લોકોએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બિડેનનુ સમર્થન કર્યુ છે અને 30 ટકા મત જ ટ્રમ્પને મળ્યા છે. See more….