પોરબંદર જિલ્લાના ખેડૂતો ૨૦ ઓકટોબર સુધીમા ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવી શકશે

પોરબંદર તા.૧૫, પોરબંદર જિલ્લામાં ખરીદ માર્કેટીંગ સીઝન ૨૦૨૦/૨૧ અંગર્ગત ટેકાના ભાવે મગફળીની ખીરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરાયેલ છે. જિલ્લાના ખેડૂતો ૨૦ ઓકટોબર સુધીમા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નિષ્ફળ ગયેલ પાક અંગે કૃષિ સહાય મેળવવા માંગતા ખેડૂતો પણ ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. મગફળીની ખરીદી સંદર્ભે એ.પી.એમ.સી. પોરબંદર/રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે, તમામ તાલુકા પંચાયત ખાતે અને તમામ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, ૭/૧૨, આધાર કાર્ડ, બેંક પાસુબુકની ઝેરોક્ષ રજુ કર્યેથી મગફળીનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લાના વધુને વધુ ખેડૂતો  તા. ૨૦ ઓકટોબર સુધીમા રજીસ્ટ્રેશન પુર્ણ કરાવે તેવી અપીલ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે કરી છે.