
પોરબંદર તાલુકામા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાની માર્ચ-૨૦૨૦ પહેલાની બાકી સહાય માટે લાભાર્થીઓ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરે રાણાવાવ અને કુતિયાણા તાલુકાના લાભાર્થીઓએ મામલતદાર કચેરીનો સંપર્ક કરવો
પોરબંદર તા.૧૫, સરકારશ્રીની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજાનાના પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકાના જ વિસ્તારના જે લાભાર્થીઓને માર્ચ-૨૦૨૦ પહેલાની સહાય મેળવવાની બાકી હોય તેવા લાભાર્થીઓએ સહાય આદેશ, રેશનકાર્ડ, આધારકાર્ડ, પાસબુકની ખાતા નંબર અને અર્ધતન એન્ટ્રીની નકલ સાથે મહિલા-બાળ અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન-૨, રૂમ નં.૪, સાંદીપની રોડ, પોરબંદર કચેરીનો કામકાજના દિવસોમાં તા.૨૦ ડિસેમ્બર સુધીમાં સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ સુધીમાં સંપર્ક કરવો ત્યાર બાદ માર્ચ-૨૦૨૦ પહેલાની સહાય મળવા પાત્ર રહેશે નહિ. ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તાલુકાના લાભાર્થીઓએ તેઓના જ તાલુકાની મામલતદાર કચેરીનો ઉપરોક્ત દર્શાવેલ સાધનિક કાગળો સાથે સંપર્ક કરવા મહિલા અને બાળ અધિકારી દ્રારા જણાવાયુ છે.





व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button