પોરબંદરના કલ્પના બહેન માટીના ગરબાને ફોક આર્ટ દ્રારા બનાવે છે રંગ બે રંગી ધતુરાના પાનનો તથા સીંદોરનો કલર તરીકે કરે છે ઉપયોગ

પોરબંદર તા.૧૫, પોરબંદરનાં કલ્પનાબેન મદાણી છેલ્લા ૧૮ વર્ષથી માટીના ગરબાઓમાં ફોક આર્ટના પ્રાણ ફુકે છે. કલ્પનાબેન ૧૦ સે.મીટરના ગરબાથી લઇને ગાગર જેવડા મોટા  ગરબાઓમાં ફોક આર્ટથી પોતાની કલ્પનાની પીછી ફેરવે છે. ગરબા ઉપરાંત માટીના દીવડા, ફલાવર પોર્ટ, મૂર્તિ, દાંડીયા સહિતની વસ્તુઓ પર જુદા જુદા રંગના મોતીથી ડીઝાઇન કરવાની સાથે ધતુરાના પાનનો તથા સીંદોરનો કલર કામ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સંદર્ભે કલ્પના બહેને જણાવ્યું કે, માટીના ગરબા, દીવડાઓને સુશોભિત કરવા એ મારો શોખ છે. ફક્ત નિજાનંદ માટે હું દરરોજ પાચ થી સાત કલાક આ કામ માટે ફાળવીને વર્ષ દરમિયાનમાં ૬૦૦ જેટલા ગરબાઓને જુદી જુદી ડિઝાઇનથી શણગારુ છુ, અને નવરાત્રી દરમિયાન તેનુ વેચાણ કરુ છુ. દરેક માણસમાં કોઇને કોઇ કળા છુપાયેલી હોય છે. એ કળાને બહાર લાવવાની સાથે તેને  જીવંત રાખવી જોઇએ નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ છે. ઘરઘર ગરબાનું સ્થાપન કરવામાં આવતુ હોય છે. ગરબામાં દીવો પ્રગટાવીને માં જગદંબાની પુજા અર્ચના કરવામાં આવે છે. અત્યારે બજારમાં સાદા માટીના ગરબા ઉપરાંત રંગ બેરંગી જુદી જુદી ડીઝાઇનના ગરબાઓ જોવા મળતા હોય છે. અસંખ્ય લોકો ગરબાના વેચાણ થકી રોજગારી મેળવતા હોય છે. બજારમાં જુદા-જુદા આકારના તથા જુદી-જુદી ડિઝાઇનના ગરબા જોવા મળતા હોય છે. ત્યારે કલ્પના બહેન પોતાની કલ્પના થકી દર વર્ષે ગરબાઓમાં જુદી-જુદી ડીઝાઇન ઉમેરીને પોતાની ક્રીએટીવીટીને વધુને વધુ બહાર લાવી રહ્યા છે.

પોરબંદરના કલ્પના બહેન માટીના ગરબાને ફોક આર્ટ દ્રારા બનાવે છે રંગ બે રંગી ધતુરાના પાનનો તથા સીંદોરનો કલર તરીકે કરે છે ઉપયોગ