મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીના પાવન દિવસે વિભાવરીબેન દવેએ આરતીનો લાભ લઈ ઘન્યતા અનુભવી હતી. સમગ્ર વિશ્ર્વને કોરોના માંથી મુક્તિ મળે અને ગુજરાતના વિકાસ માટે તેમજ તેઓના સ્વર્ગવાસીપતિના સ્મર્ણાર્થે સોમનાથ દાદાની પુજા કરી સુવર્ણકળશ, ચાંદીનુ ત્રીપુટ અને ચંદ્ર અર્પણ કર્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથમાં તા. ૧૨ માર્ચના રોજ દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે : ભારતની સ્વતંત્રતા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ તા. ૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરાવશે.
જેના ભાગરૂપે સોમનાથ ખાતે આઝાદી માટે સ્વતંત્રતા માટે કુરબાની આપનાર વીરો દેશની પ્રગતિ માટે યોગદાન આપનાર લોકોની સ્મૃતિ ચીરંજીવી રાખી તેમને યાદ કરવા કાર્યક્રમ યોજાશે.
દેશભક્તિસભર કાર્યક્રમ સોમનાથ મંદિરના પરિસરમાં તા.૧૨ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. મહાત્મા ગાંધીજીના ભજનાવલીના ભજનો, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ તકે સવારે ૧૦:૩૦ થી ૧૧ કલાક દરમિયાન સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામા આવશે.