પોરબંદરના કમલાબાગ પાસે આવેલ એમઇએમ સ્કૂલ નજીક જોખમી ગોલાઈ છે. અહીં છાસવારે અકસ્માત સર્જાતા હોવાથી રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવા માંગ કરાઈ છે. એમઈએમ સ્કૂલની પાસે ગોલાઈ પર અવારનવાર વાહન સકસ્માત સર્જાય છે. આ ગોલાઈ છાયા ચોકી રસ્તા થી બિરલા હાઇવે સુધી તેમજ ત્યાંથી કમલાબાગ હાઇવે સુધીનો રસ્તો આ ગોલાઈ તરફથી જતો હોવાથી દરરોજ વાહનો અને ભારે વાહનો પસાર થાય છે.

ત્યારે આ ગોલાઈ નજીક સ્પીડબ્રેકર ન હોવાના કારણે છાસવારે વાહન અકસ્માત સર્જાય છે. અગાવ આ વિસ્તારમાં સ્પીડબ્રેકર હતા પરંતુ કોઈ કારણસર કાઢી નાખવામાં આવતા ઘણા સમયથી સ્પીડબ્રેકર મુકવામાં આવેલ નથી. આ રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાય છે. નજીક શાળા છે અને રાહદારીઓ પણ રોડ ક્રોસ કરતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ ગોલાઈ જોખમી બની છે. ત્યારે કોઈ અઘટિત અકસ્માત સર્જાય તે પહેલા વહેલીતકે સ્કૂલ નજીક અને ગોલાઈ નજીક સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માંગ દિનેશ થાનકીએ કરી છે.

By admin