પોરબંદર નગરપાલિકા ચુંટણીમાં 141 ઉમેદવારો વચ્ચે જંગ

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાની મુદ્દતતના અંતિમ દિવસે પોરબંદરની ત્રણે ચુંટણીઓમાં અમુક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે તો અમુક ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા છે ત્યારે પાલિકાની ચુંટણીમાં 141 ઉમેદવારો, જીલ્લા પંચાયતની ચુંટણીમાં 40 અને તાલુકા પંચાયતની ચુંટણીમાં 1ર8 ઉમેદવારો મેદાને રહ્યા છે.

પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની ચુંટણી
પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની ચુંટણીમાં કુલ 151 ઉમેદવારો દ્વારા 155 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 13 ફોર્મ અમાન્ય રહ્યા છે જયારે એકે ઉમેદવારીનું ફોર્મ પરત ખેંચ્યું છે તેથી 141 ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાશે જેમાં ભાજપ-કોંગ્રેસ તમામ 13 વોર્ડમાં બાવન-બાવન ઉમેદવારોને મેદાનમાં ઉતાયર્િ છે જયારે આમ આદમી પાર્ટીએ ર1 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીએ 11 ઉમેદવારોને તથા અપક્ષો પાંચ મળી કુલ 141 ઉમેદવારો વચ્ચે ર8મી ફેબ્રુઆરીના ચુંટણી જંગ યોજાશે.

પોરબંદર જીલ્લા પંચાયતની ચુંટણી
પોરબંદર જીલ્લા પંચાયતની ચુંટણીમાં કુલ 4ર ફોર્મ ભરવામાં આવ્‌યા હતા જે પૈકી 1 ફોર્મ અમાન્ય રહ્યું છે અને એક ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેંચી છે તેથી કુલ 40 ઉમેદવારો વચ્ચે જંગ યોજાશે જેમાં ભાજપ-કોંગ્રેસના 18-18, બસપા ના 3 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારનો સમાવેશ થાય છે.

પોરબંદર તાલુકા પંચાયતની ચુંટણી
પોરબંદર તાલુકા પંચાયત માટે કુલ 143 ઉમેદવારોએ ફોર્મ ભયર્િ હતા જેમાંથી 11 ફોર્મ અમાન્ય અને ચારે દાવેદારી પરત ખેંચી લેતા 1ર8 ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ યોજાશે જેમાં ભાજપ-કોંગ્રેસના 54-પ4 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 6, બહુજન સમાજ પાર્ટીના 4 અને અપક્ષ 10 સહિત કુલ 1ર8 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જેમાં કુતિયાણા તાલુકામાં 33, રાણાવાવ તાલુકામાં 41 અને પોરબંદર તાલુકામાં 54 ઉમેદવારો મેદાને છે.