પોરબંદરમાં માછીમારોની કફોડી હાલત બની હોવા અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી માછીમાર લોકોની દયનીય હાલત , ડીઝલના ભાવ ભડકે બળે છે , તેમજ સરકારે કેમિકલ યુક્ત ફેક્ટરીઓના ઝેરી પાણી દરિયામાં ઠાલવવા, તથા માછલી ઓના જથ્થો ન મળતા બોટો બંધ થયેલ હોવાની ફરિયાદ કરાઇ હતી. માછીમારી ધંધામાં છેલ્લા ત્રણ વર્ષ થી માછીમારી ઉદ્યોગમાં મહામારી ચાલી રહી છે. મચ્છીનો જથ્થો મળતો નથી, મચ્છીના ભાવો અપુરતા મળે છે. બોટ ચલાવી શકાય તેમ નથી. ડીઝલના ભાવો આશમાને જઇ રહિયા છે. મોંઘવારી અતિશય વધી રહી છે. પગાર ધોરણ ઊંચા જઈ રહીયુ છે. આવી પરિસ્થિતિમાં બોટ ચલાવી શકાય તેવી પોઝિશન રહી નથી એટલે હાલમાં 70 % માછીમાર બોટ બંધ થઈ ગઈ છે. અને માછીમારો બે હાલ થઈ ગયા છે. બેકારીના કહેરમાં હોમાઇ જઈ રહિયા છે.
આવી પરિસ્થિતિના આધારે આ ઉદ્યોગને લગતા ધંધાદારી, દુકાનો, સ્પેરપાર્ટસ, નેટ -જરીના ધંધાદારી, લારી – ગલ્લા વાળા, મજૂરો બધા બેકાર બની રહિયા છે. અને માછીમારોને બેંક માથી લોન લીધેલ હોય તેમના હપ્તા ભરવાની શક્તિ નથી રહી જેમકે ઘરના કુટુંબ ને બે ટક જમવાના ફાંફા થઈ ગયા છે. આવી હાલતમાં સરકારએ આગળ આવી માછીમારને વહેલી તકે સહાય કરવી જોઈએ તો દેશના માછીમાર ડૂબતા બહાર કાઢવા જોઈએ નહીં તો બેકારીના કહેરમાં હોમાઇ જશે. આમજ વધારામાં સરકારના નિર્ણય પ્રમાણે રાજ્યની 1900 ફેક્ટરીના ઝેરી કેમિકલ યુક્ત પાણીનો નિકાસ પાઇપ લાઇન મારફતે દરિયામાં ઠાલવવાની મંજૂરી અપાઈ રહી છે. તે ઝેરી પાણી દ્વારા દરિયામાં જે માછલી બચી છે તેનો નાશ કરી નાખશે,
આ બાબત અગાઉ સરકારને અવાર નવાર પર્યાવરણ બાબતની જાણ કરેલ છે, પણ આ બાબત સરકાર તથા પર્યાવરણ વિભાગ આંખ આડા કાન કરી રહિયા છે. તો આવા વિચાર દ્વારા નુકસાન માછીમાર પ્રજાને થશે તો વહેલી તકે યોગ્ય નહીં કરાઈ તો સમગ્ર રાજ્યમાં અંધાધુરત , મહામારી, લૂંટ -ફાટ ઉભી થવામાં વાર નહિ લાગે અને માછીમારો અને એમને લગતા ધંધાદારી , શહેરના વેપારીઓ બેકાર થઈ જશે. તેમજ ડીઝલ – પેટ્રોલમા દિવસેને દિવસે ભાવ વધારો થઇ રહીયો છે . આજની પરિસ્થિતિમાં માછીમારો ને આવા ઊંચા ભાવો થી માછીમારી કરવી શક્યા થતી નથી આજે બોટ માં ૨૦૦૦ લીટર થી ૩૦૦૦ લીટર ડીઝલનો જથ્થો લેવો પડે છે નજીકમાં માછીમારીને પ્રદુશન ના કારણે માછલી મળતી નથી અને દૂર ના દરિયા માં જવું પડે છે છતાં માછલી મળતી નથી અને માછીમારો ને ધંધો કરવો પોસાઈ તેવું નથી. ડીઝલ ના ભાવ માં સ્પેશિયલ ઘટાડો કરવો જોઈએ તોજ આ ધંધો ચાલી શકે. આવી પરિસ્થિતિ ને સરકાર ધ્યાન લઇ માછીમાર ઉદ્યોગ ને ટકાવી રાખવા અને બેકારી , મહામારી માંથી બચાવવા જવાબદારી પૂર્વક સાચા મન થી બોટ માલિકોને ગુજરાત રાજ્ય તરફ થી આ ધંધાને ફરીથી બેઠો કરવા રાહત પેકેજ ( સહાય યોજના ) આપવું જોઈએ બોટ દીઠ ૫ લાખ થી ૧૦ લાખ આપવા જોઈએ જેમકે છેલ્લા ત્રણ વર્ષ થી માછીમારો સહન કરી રહિયા છે.
અને ભયંકર પરિસ્થિતિ તરફ જઈ રહિયા છે તો આ બાબત જરૂરી પગલાં લઇ વહેલી ટ્રકે માછીમારો ને સહાય કરી ધંધાને ટકાવી રાખવા વિનંતિ નહીં તો છેલ્લો વિકલ્પ આંદોલન તરફ જવા સિવાય રસ્તો નથી. આમ છતાં કોવીડ -19ની મહામારી નો મોટો ફટકો પડેલ છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે તથા રાજ્ય સરકારે ખેડૂતો કિશાન ભાઈ ઓને સહાય કરી છે તો અમો પણ સાગર ખેડૂતો છે. અમારા ઉપર પણ સીધી સહાય રાહત પેકેજ આપવું જોઈએ કુદરતી આફતો સીઝન માં બે થી ત્રણ વાર હોય છે તેના વારંવાર નુકસાન થાય છે , ધંધા માં માંછલા મળતા નથી ડીઝલ નો ભાવો આસમાને હોય છે તે સરકાર ને ધ્યાન પર હોય છે , છતાં નજર અંદાજ થાય છે તો સરકાર ની પણ સીધી જવાબદારી બની રહે છે. આમ વધતા જતાં ડીઝલના ભાવથી માછીમારીનો વ્યવસાય મરણ પથારીએ પડ્યો હોવાના કારણે યોગ્ય નહીં કરાય તો માછીમારોની દયનીય સ્થિતિ બની જશે તેવું પણ જણાવ્યું હતું.