ચાલુ સભામાં ગુજરાતના મુખ્યમંત્રીની તબિયત લથડી, ચક્કરથી મંચ પર ઢળી ગયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે અને રાજકીય નેતાઓ દ્વારા ઠેરઠેર ચૂંટણી પ્રચાર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારમાં જોડાયા હતા. અને વડોદરા ખાતે સાંજના સમયે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ત્રીજી સભા યોજવામાં આવી હતી. સભા દરમિયાન જ્યારે મુખ્યમંત્રી લોકોને સંબોધી રહ્યા હતા તે સમય દરમ્યાન અચાનક જ તે જમીન પર ઢળી પડ્યા હતા. અને તબીબો દ્વારા મુખ્યમંત્રીને ગ્લુકોઝ ની બોટલ પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રીને પર્વશન દરમિયાન ચક્કર આવતા ચાલુ સભામાં ઢળી પડ્યા હતા. આમ સભા પણ સમેટી લેવામાં આવી હતી. અને મુખ્યમંત્રીને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીની તબિયત સારી ન હોય તેવું પણ જણાવવામાં આવી રહ્યું હતું.